ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં મતગણતરી સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત.

બનાસકાંઠાઃ લોકસભા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર હાઈવે પર આવેલ જગાણા ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.તો મતગણતરી સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બનાસકાંઠા

By

Published : May 23, 2019, 8:19 AM IST

બનાસકાંઠા લોકસભા બેઠક માટે કુલ ૧૦ લાખ ૯૭ હજાર મતદાતાઓએ મતદાન કર્યું હતું.જેની ગણતરીના કલાકોમાં શરૂ થનાર છે. ત્યારે મતગણતરી જિલ્લાની કુલ સાત વિધાનસભા વાઇસ 14થી વધુ રાઉન્ડ માં ગણતરી થશે.તો જિલ્લા ચૂંટણી અધિકારી અને બનાસકાંઠા કલેક્ટર પ્રદીપ સાંગલે દ્વારા મતગણતરી પૂર્વે તમામ વિભાગોની મુલાકાત લઈ સંપૂર્ણ તૈયારી નું નિરીક્ષણ કર્યું હતું.

બનાસકાંઠા મતગણતરી સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details