ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના ડીસામાં રક્તદાન કેમ્પ યોજાયો - Thalassemia patient

બનાસકાંઠા જિલ્લામાં ડીસા રોટરી ક્લબ અને રોટ્રેક્ટ ક્લબના સહયોગથી શુક્રવારે ભણસાલીમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 27 બોટલ રક્ત એકત્રીત થયું હતું. ચાર્ટર-ડે નિમિતે ડીસાના ગાંધી લિંકન હોસ્પિટલ પાછળ ડૉક્ટર ક્વાર્ટસ સામે થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Blood donation camp
બનાસકાંઠાના ડીસામાં રક્તદાન કેમ્પ યોજાયો

By

Published : Jun 19, 2020, 7:35 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં ડીસા રોટરી ક્લબ અને રોટ્રેક્ટ ક્લબના સહયોગથી શુક્રવારે ભણસાલીમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 27 બોટલ રક્ત એકત્રીત થયું હતું. ચાર્ટર-ડે નિમિતે ડીસાના ગાંધી લિંકન હોસ્પિટલ પાછળ ડૉક્ટર ક્વાર્ટસ સામે થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીસામાં રોટરી કલબ અને રોટ્રેક્ટ કલબ ડીસા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

દર વર્ષે દેશમાં મોટી સંખ્યામાં નાના બાળકો થેલેસેમિયા નામની બીમારથી પીડાતા હોય છે. ત્યારે તેમને દર વર્ષે રક્તની જરૂરિયાત ઉભી થતી હોય છે. જે અંતર્ગત દર વર્ષે દેશમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં યુવાનો અને દીકરીઓ પોતાનું રક્ત આપી સેવાકીય કાર્ય કરે છે.

બનાસકાંઠાના ડીસામાં રક્તદાન કેમ્પ યોજાયો

ત્યારે જિલ્લામાં પણ દર વર્ષે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો લોકોની જિંદગી બચી શકે તે માટે રક્તદાન કરે છે. જિલ્લામાં થેલેસેમિયાની બીમારીથી પીડાતા નાની ઉંમરના બાળકોની સંખ્યામાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. તેમને વારંવાર બ્લડની જરૂરિયાત પડે છે. જેથી ડીસા રોટરી કલબ અને રોટરેક્ટ કલબ દ્વારા શુક્રવારે ચાર્ટર-ડે નિમિતે ડીસાના ગાંધી લિંકન હોસ્પિટલ પાછળ ડૉક્ટર ક્વાર્ટસ સામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકોએ રક્ત ડોનેટ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details