બનાસકાંઠાઃ અત્યારે લોકડાઉનમાં થેલેસેમીયા, બ્લડ કેન્સર સહિત અનેક ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને બ્લડ ન મળે તો તેઓની હાલત કફોડી બની જતી હોય છે.
લોકડાઉન વચ્ચે દિયોદરમાં બ્લડ કેમ્પ યોજાયો - corona latest news
સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે આ લોકડાઉનનાં સમયમાં ઘણા લોકો ગંભીર બિમારીથી પીડાતા હોય છે. થેલેસેમીયા અને બ્લડ કેન્સર પીડિત લોકોને પણ કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી બ્લડ મળી રહે તે હેતુથી વડગામ સરપંચ દ્વારા સરકારની ગાઈડ લાઈન મુજબ ડિસ્ટન્સ સહિત તમામ સાવચેતી રાખી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
એકાએક લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ થવાથી આવા દર્દીઓના જીવનું જોખમ વધી જાય છે. દેશના વડાપ્રધાન દ્વારા મન કી બાત કાર્યક્રમમાં લોકડાઉનની પરિસ્થિતિમાં થેલેસેમીયાના રોગથી પીડાતા દર્દીઓ માટે તેમજ બ્લડ કેન્સર દર્દીઓ માટે બ્લડ ડોનેટ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી. ત્યારે વડગામમાં યુવાનો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનોએ 150 જેટલી બોટલ રક્ત એકત્રિત કરી લેબોરેટરીમાં જમા કરાવ્યું હતું. લોકડાઉનના સમયમાં પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકો ઉત્સાહ પૂર્વક યુવાનો જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની સાવચેતી સાથે બ્લડ ડોનેટ કર્યું હતું.