ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈકબાલગઢની ગિરિમાળાઓ વચ્ચે આવેલા વિશ્વેશ્વર મહાદેવના કરો દર્શન... - શિવજીની ભક્તિ

બનાસકાંઠા:પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિનો અનેરો મહિમા હોય છે.જેમાં ભક્તો શિવજીની પૂજા કરી પુણ્ય મેળવતા હોય છે. ત્યારે આજે અમે તમને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા અને પાંડવોના હાથે વર્ષો પહેલા સ્થાપના થયેલા શિવજીના દર્શન કરાવીશું.

વિશ્વેશ્વર મહાદેવ

By

Published : Aug 27, 2019, 7:04 AM IST

બનાસકાંઠા જિલ્લો એ ભારતીય સંસ્કૃતિથી ઘેરાયેલો જિલ્લો છે.બનાસકાંઠા જિલ્લામાં અનેક વર્ષો પુરાણા મહાદેવજીના મંદિરો આવેલા છે.આજથી વર્ષો પહેલા જ્યારે પાંડવો 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા ત્યારે તેઓ અહીં આવેલા વિશ્વેશ્વર મહાદેવજીની જગ્યા પર પહોંચ્યા હતા અને નદી કિનારાનું રમણીય અને સુંદર વાતાવરણ જોઈ કુંતીમાતા દ્વારા ભગવાન મહાદેવજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ શિવજીની મૂર્તિની પાંડવો દ્વારા રોજ પૂજા કરવામાં આવતી, ત્યારથી આ જગ્યા પર ભગવાન વિશ્વેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના થઈ.

વિશ્વેશ્વર મહાદેવ

ભારતીય સંસ્કૃતિમાં ભગવાનની ભક્તિનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો અનેરો મહિમા રહેલો છે,ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢની ગિરિમાળાઓ અને ખળખળ વહેતી બનાસનદીના કિનારે વસેલું મહાદેવજીનું મંદરી શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યમાં દૂર-દૂરથી ભક્તો શિવજીની પૂજા કરવા માટે આવે છે અને અહીં વસેલા મહાદેવજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.ભક્તોનું કહેવું છે કે, આ મંદિરે ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

વિશ્વેશ્વર મહાદેવના મંદિરની ચારે બાજુ કુદરત જાણે મન ભરીને સૌંદર્ય આપ્યું હોય તેવા જંગલો આવેલા છે અને આ કુદરતી જંગલો વચ્ચેથી અને પહાડોની અંદર થી બનાસનદી વહે છે ત્યારે વિશ્વેશ્વર મહાદેવજીનું મંદિર આ નદીના કિનારે આવેલું હોવાથી ભક્તો આ બનાસનદીમાં નાહવાનો લાવો પણ લે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આજુબાજુના હજારોની સંખ્યામાં ભગવાન શિવજીના ભક્તો આ મંદિરે આવી મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ABOUT THE AUTHOR

...view details