ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના મહાદેવિયામાં આવેલા મહાદેવનું મહાત્મ્ય - શિવાલય

બનાસકાંઠા: દરેક ગામનો કોઈને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ રાખવામાં આવતું હોય છે. કોઈ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય તેવું આ બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ગામ છે કે, જેનું નામ મહાદેવના નામથી મહાદેવિય છે. ચાલો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે અમે તમને આ ગામની સાથે-સાથે આ ગામમાં આવેલા સદીઓ જૂના પ્રાચીન મહાદેવના કરાવીએ દર્શન...

ડીસાના મહાદેવિયામાં આવેલા મહાદેવનું મહાત્મ્ય

By

Published : Aug 12, 2019, 8:03 AM IST

વર્ષો પહેલા જ્યારે લોકો અહી વસવા માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું. લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે બાદ આ ગામનું નામ મહાદેવિયા પડ્યું અને અહીં આવેલા મહાદેવ જેનું નામ સોનેશ્વર મહાદેવ છે.

ડીસાના મહાદેવિયામાં આવેલા મહાદેવનું મહાત્મ્ય
આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો મંદિરમાંથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે, સદીઓ પહેલા અહીં સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મુક્તા હતા. એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. અહીં આવતા ભક્તોને સોનેશ્વર મહાદેવ પર અખુટ શ્રદ્ધા છે. બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવ મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને અહીં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details