- પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર થયેલા હુમલાનો મામલો
- અંબાજીમાં ભાજપના અગ્રણી કાર્યકર્તાઓએ હિંસાનો વિરોધ કર્યો
- બંગાળમાં TMCના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓને માર માર્યો હોવાનો આક્ષેપ
અંબાજીઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમજ પરિણામ બાદ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ સાથે મારામારી કરી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો. આ હિંસાત્મક કૃત્યો અંગે ભાજપ દેશભરમાં વિરોધ કરી રહી છે. આ હિંસામાં ભાજપના કાર્યક્રતાઓની હત્યા સહિત ભાજપના કાર્યાલયમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જોકે, હવે આના પડઘાં અંબાજીમાં પડ્યા છે. અહીં પણ ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. બંગાળમાં થયેલી હિંસા અંગં અંબાજીના ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ
ભાજપના કાર્યકર્તાઓએ TMC સામે સૂત્રોચ્ચાર કર્યા
યાત્રાધામ અંબાજીમાં ભાજપના અગ્રણી કાર્યકર્તાઓએ દ્વારા પાશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓને વખોડી કાઢી હતી. આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકર્તાઓએ TMC વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.