ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયાનું આયોજન થયું - બનાસકાંઠા ચૂંટણી કમિશન

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. શુક્રવારે ભાજપ દ્વારા પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 1 થી 5ના ટિકીટ વાંછુકોના સેન્સ લેવામાં આવ્યા હતાં.

Banaskantha election
Banaskantha election

By

Published : Jan 29, 2021, 10:36 PM IST

  • પાલનપુર પાલિકાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં હિલચાલ શરૂ
  • ભાજપ દ્વારા શરૂ થઇ સેન્સ પ્રક્રિયા
  • શહેરના 1થી 5 વોર્ડના ઉમેદવારો માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા

બનાસકાંઠા: જિલ્લામાં ભાજપ દ્વારા શુક્રવારથી ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.જેને લીધે ટીકીટ વાંછુકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલનપુરમાં ભાજપના આગેવાનો દ્વારા પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 1 થી 5ના ટિકીટ મેળવવા માંગતા ઉમેદવારોના સેન્સ લેવાનું શરૂ કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનોના બાયોડેટા આવ્યા હતા. યુવાનોએ પોત પોતાના વિસ્તારમાં જીત માટેના સમીકરણો આગેવાનો સમક્ષ રજુ કર્યા હતા.

સેન્સ પ્રક્રિયા દરમિયાન ટિકીટ માટે ઈચ્છુક ઉમેદવારોના ટોળેટોળા ઉમટ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details