ગુજરાત

gujarat

By

Published : Apr 10, 2019, 4:40 AM IST

ETV Bharat / state

બનાસકાંઠામાં મતદારોને અપિલ કરવા ભાજપ પ્રધાન રૂપાલાએ યોજી બેઠક

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ દરેક પક્ષ વિજય મેળવવા માટે આક્રમક પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 2019ની ચૂંટણીમાં હવે 14 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની જંગી સભા યોજવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં બે મોટી સભાઓ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત પ્રધાન રુપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.

બનાસકાંઠામાં મતદારોને અપિલ કરવા ભાજપ પ્રધાન રુપાલાએ યોજી બેઠક

જેમાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર પરબતભાઇ પટેલને જીત અપાવવા માટે ધાનેરા અને લાખણી ખાતે પુરૂષોતમ રૂપાલાએ બે મોટી સભાઓ યોજી હતી. જેમાં પુરષોતમ રૂપાલાએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મતદારો ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની આ સભામાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને એર સ્ટ્રાઈક શું છે? તેની પણ ખબર નથી. આપના જવાનો રાત્રે જઈ અને દુશ્મનોને મારી પાછા આવે તે એર સ્ટ્રાઈક કહેવાય. પરંતુ કોંગ્રેસ વાળાઓ તો તેમાં પણ સબૂત માંગે છે. ત્યારે આ સભામાં બનાસકાંઠા જિલ્લાના લોકો વધુમાં વધુ ભાજપને મત આપે તેવી અપીલ તેમણે કરી હતી.

બનાસકાંઠામાં મતદારોને અપિલ કરવા ભાજપ પ્રધાન રુપાલાએ યોજી બેઠક

ABOUT THE AUTHOR

...view details