બનાસકાંઠામાં ભારે પવન અને વરસાદનાથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી બનાસકાંઠા:બનાસકાંઠા જિલ્લાની કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. બીપરજોય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે ભારે પવનના કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો અનેક વિસ્તારોમાં પવનના કારણે ઝાડ ધરાશાયી થયા છે.
ખેતરમાં ભરાયા પાણી:હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી બીપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે અનેક ખેતરો ભેટમાં ફેરવાયા છે. ત્યારે ખેતરોની પરિસ્થિતિ પણ ખરાબ થઈ રહેલી જોવા મળી રહે છે.
વીજળી થઇ ડૂલ:બિપોરજોય વાવાઝોડાના પગલે બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો. તેના કારણે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના પુલ ધરાશાયી થયા છે. તો ક્યાંક વાયર તૂટ્યો છે. જેના કારણે છેલ્લા 15 કલાકથી અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ છે. જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.હવામાન વિભાગની બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે અનેક નિશાળે વિસ્તારમાં પાણી ભરાયા છે.
દુકાન ચાલુ:જેમાં વાત જો લાખણીની કરવામાં આવે તો લાખણી બજારોમાં ઘૂંટણ સમાજ પાણી ભરાયા છે. પાણી ભરાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે દુકાનદારોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી અહીં પાણી ભરાય છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી. જેથી તેમની પણ માંગ છે કે સરકાર દ્વારા સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે તેથી તેમની દુકાન ચાલુ રાખી શકાય.વાવ 43 મિમી, થરાદ 52 મિમી, ધાનેરા 109 મિમી, દાંતીવાડા 24 મિમી, અમીરગઢ 60 મિમી, દાંતા 58 મિમી, વડગામ 111 મિમી, પાલનપુર 66 મિમી ડીસા 78 મિમી, દિયોદર 94 મિમી, ભાભર 83 મિમી, કાંકરેજ 38 મિમી, લાખણી 47 મિમી, સુઇગામ 79 મિમી વરસાદ ખાબક્યો છે
- Patan Rainfall: પાટણ જિલ્લામાં વાવાઝોડું આફતરૂપ, 50 મકાનો ધરાશાયી
- Cyclone Biparjoy Landfall Impact: નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ