બીપોરજોય વાવાઝોડાને બનાસકાંઠા લઈને તંત્ર એલર્ટ બનાસકાંઠા:તંત્ર એલર્ટહવામાન વિભાગની આગાહીના મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ મોડમાં થયું છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અલગ અલગ ટીમો બનાવી બનાસકાંઠા જિલ્લાના વાસીઓને કોઈ જાતની તકલીફ ન પડે તેના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં એન ડી આર એફ ની ટીમ પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તૈનાત કરી દેવામાં આવી છે.
શાળા પ્રવેશોત્સવ યોજાશે: એલર્ટ રહેવા સૂચના અપાઈકલેક્ટરશ્રીએ ધાનેરા રેલ નદીના વહેણ વિસ્તારમાં આવતા ગામોના સરપંચશ્રીઓ, તલાટીઓ અને ગામલોકોને અગાઉથી જાણ કરવા તથા નદીની સ્થિતિ વિશે દર બે કલાકે એનાઉન્સ કરવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. તેમણે તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓના પુરતા સ્ટોક સાથે મેડીકલ ઓફિસરને હાજર રાખવા જણાવ્યું છે. જિલ્લામાં1 એસ.ડી.આર.એફ. ની ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ત્રણ દિવસ માટે યોજાનાર શાળા પ્રવશોત્સવ બિપોરજોય વાવાઝોડાના કારણે ટુંકાવીને બે દિવસનો કરવામાં આવ્યો છે એટલે કે, તારીખ 12 અને 13 ના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાશે.
"બીપોરજોય વાવાઝોડા થી બનાસકાંઠા જિલ્લામાં પવન અને વરસાદ આવવાની શક્યતાઓ હોય તેનાથી બચવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ટીમો બનાવી છે યુ.જી.વી. સી.એલની ટીમ ટીમ પણ બનાવી દેવામાં આવી છે અને જ્યાં નદીના પ્રવાહ ચાલે છે." -- વરૂણ બરનવાલ (બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર)
નદીની નજીક: વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્ત જે વિસ્તાર છે તેમાં લોકો જાગૃત રહે તે માટેની પણ અમારા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડા બાદ પણ જે નુકસાન થાય તે નુકસાનનું સર્વે કરવા માટે જે ટીમો બનાવવી પડે છે. એ અમે અત્યારથી જ બનાવી રાખી છે. જેથી સર્વેમાં પણ સરળતા રહે અને હું બનાસકાંઠા જિલ્લાના વાસીઓને મીડિયા દ્વારા જણાવવા માગું છું કે આપ જો કોઈ નર્મદા કેનાલ ની નજીક અથવા તો કોઈ નદીની નજીક રહેતા હોય તો ચાર પાંચ દિવસ માટે આપ ત્યાંથી દૂર રહે સુરક્ષિત રહો.
- Cyclone biparjoy yellow alert: ચક્રવાત બિપરજોય 15 જૂને ગુજરાતના કચ્છમાં ત્રાટકી શકે છે, પાકિસ્તાનના વડા પ્રધાને પણ આપી સૂચના
- Biparjoy Cyclone Update : બિપરજોય વાવાઝોડું આવે તો શું તકેદારી રાખશો ?