ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cyclone Biparjoy Landfall : બનાસકાંઠામાં બિપરજોય વાવાઝોડાની શરૂઆત થતાં જ તારાજીના દ્રશ્યો આવ્યા સામે - બિપરજોય વાવાઝોડા

બિપરજોય વાવાઝોડાના ગુજરાતના દરિયાકાંઠે ટકરાવા પહેલાં જ બનાસકાંઠામાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ભારે પવનના કારણે અનેક તાલુકાઓમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જ્યારે ડીસામાં નવી બનેલી શોપિંગ સેન્ટરની દિવાલ ધરાશાયી થઈ હતી.

Biparjoy Cyclone : બનાસકાંઠામાં બિપરજોય વાવાઝોડાની શરૂઆત થતાં જ તારાજીના દ્રશ્યો આવ્યા સામે
Biparjoy Cyclone : બનાસકાંઠામાં બિપરજોય વાવાઝોડાની શરૂઆત થતાં જ તારાજીના દ્રશ્યો આવ્યા સામે

By

Published : Jun 15, 2023, 9:56 PM IST

ભારે પવન અને વરસાદના કારણે મુશ્કેલી

ડીસા : બનાસકાંઠાના હજુ તો બિપરજોય વાવાઝોડાનું ટ્રેલર જ શરૂ થયું છે ત્યાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ભારે પવનના કારણે અનેક તાલુકાઓમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જ્યારે ડીસામાં નવા બનેલા શોપિંગ સેન્ટરની દિવાલ ધરાશાયી થઈ હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.

અત્યારે જે વાવાઝોડું આયું છે તે વાવાઝોડાના કારણે ઉપરની જે દીવાલ હતી તે ધરાશાયી થઈ છે. દુકાનની દીવાલ ધરાશાહી થતા જોકે સદનસીબે જાનહાનિ ટળી છે કોઈ નુકસાન થયું નથી..કિરણ દેસાઇ(દુકાનદાર)

માર્ગો બંધ : બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને લઈ શરૂ થયેલા ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો જૂના અડીખમ ઉભેલા અનેક વૃક્ષો આજે ભારે પવનના કારણે ધરાશાયી થઈ ગયા છે. ડીસામાં ભણસાલી હોસ્પિટલ આગળ વૃક્ષો ધરાશાયી થતા દીપક હોટલથી બગીચા સુધીનો માર્ગ બંધ થઈ ગયો હતો. ઘટનાને પગલે નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જેસીબી મશીન દ્વારા વૃક્ષો હટાવી ટ્રાફિક ખુલ્લો શરૂ કરાવ્યો હતો.

પ્રોટેક્શન દિવાલ ધરાશાયી : આ સિવાય આખોલ ચાર રસ્તા પાસે નવીન બનેલ વિરાજ શોપિંગ સેન્ટરની ધાબા પરની પ્રોટેક્શન દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. વરસાદના કારણે લોકો ઓફિસની અંદર બેઠા હતાં. જેથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ અચાનક ભારે પવનથી 200 ફૂટ જેટલી લાંબી દિવાલ ધરાશાયી થઈ નીચે પડતા અફડાતફડી સર્જાઈ હતી અને દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વીજળી પણ ડુલ: ડીસા શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ જતા વીજળી પણ ડુલ થઈ ગઈ હતી અને કલાકો સુધી લોકો વીજળી વગર હેરાન થયા હતા. આ સિવાય બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદના કારણે અનેક મકાનોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. બપોર બાદ શરૂ થયેલા ભારે વરસાદના કારણે નદીનું વહેણ વહેતું હોય તેવા પાણી વહેતા થયા હતાં. તો આ તરફ મકાનોના પતરાઓ ઉડતાની સાથે જ અનેક વૃદ્ધ લોકો ઈજાગ્રત પણ થયા છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હાલ ભારે પવન અને વરસાદના કારણે લોકોના નુકસાન જોવા મળી રહ્યું છે.

  1. Gujarat Cyclone Biparjoy Landfall : ગુજરાતના દરિયાકિનારે ટકરાયું બિપરજોય, CMએ સ્થિતિની સમીક્ષા કરી
  2. Cyclone Biparjoy Landfall Update : બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ પાસે લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ : હવામાન વિભાગ
  3. Gujarat Cyclone Biparjoy Landfall : વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થતાં જ દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો, ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થયો

ABOUT THE AUTHOR

...view details