બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાની અંદર છેલ્લાં ઘણા સમયથી બાઈક ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેથી બનાસકાંઠા પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં કાંકરેજ તાલુકાના કેટલાક વ્યક્તિઓ પર શંકા જતા પોલીસે ગુપ્તરાહે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાંકરેજ ખાતે રહેતા કાંતિજી ઉર્ફે લાલો ઠાકોર અને વનરાજજી ઉર્ફે કાળુ ઠાકોર નામના બે વ્યકિત રર શંકા જતા તેમની અટકાયત કરાઈ હતી.
બનાસકાંઠાના કાંકરેજમાંથી બાઈક ચોર ગેંગ ઝડપાઈ - બાઈક ચોરી
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી બાઈક ચોરી થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી હતી. ત્યારે જિલ્લા LCB પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં નવ ચોરીના બાઈક સહિત 2.30 લાખના મુદ્દામાલ સાથે ચાર વ્યકિતઓ ઝડપાયા હતાં. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને જેલના ભેગા કર્યા છે.
![બનાસકાંઠાના કાંકરેજમાંથી બાઈક ચોર ગેંગ ઝડપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4109965-thumbnail-3x2-bns.jpg)
પોલીસે કડક પૂછપરછ કરતાં તેમણે થરા વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હોવાનું કબૂલ્યૂ હતું. જ્યારે આ મામલે પોલીસે આ બંને આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ આ સિવાય પણ પાટણ જિલ્લામાંથી આઠ બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેમાં અન્ય બે સાગરીતો કિરણ રાજપૂત અને રમેશ શિરવાડિયા સાથે મળી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી કુલ નવ બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચોરેલા 9 બાઈકો સહિત કુલ રૂપિયા 2.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ચારેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી .
ઉલ્લેખનીય છે કે, આરોપી કાંતિજી ઉર્ફે લાલો ઠાકોર અને વનરાજજી ઉર્ફે કાળુ ઠાકોર નામના બે આરોપીઓ અગાઉ પણ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા હતાં. જેથી આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.