બનાસકાંઠાઃ પહેલાના જમાનામાં માહિતીના પ્રચાર માટે પરંપરાગત ભવાઈ એક મહત્વનું માધ્યમ ગણવામાં આવતું હતું. જોકે, સમય જતાં આ ભવાઈ ભૂલાવવા (Bhavai is on the verge of extinction) લાગી છે અને હવે તો ભવાઈ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ (Bhavai in Akhol village of Deesa taluka) આવ્યું છે, જ્યાં આજે પણ આ પરંપરાગત ભવાઈ જીવંત (Bhavai in Banaskantha) છે. આ ગામનું નામ છે આખોલ અને તે ડીસા તાલુકામાં આવેલું છે. એટલે અહીં અત્યારની યુવા પેઢી પણ ભવાઈના મહત્વને સમજી શકે છે. સામાન્ય રીતે શહેરના યુવાનો કદાચ ભવાઈથી પરિચિત નહીં હોય, પરંતુ બનાસકાંઠાના આ ગામમાં એક પણ એવો યુવાન નહીં હોય જેને ભવાઈ વિશે ખબર નહીં હોય. અહીં ભજવાતી ભવાઈને જોવા માટે દૂરદૂરથી લોકો આવતા હોય છે.
250 વર્ષથી ભજવાય છે ભવાઈ - આખોલ ગામમાં એક બે નહીં, પરંતુ 250 વર્ષથી આ પ્રાચીન ભવાઈ ભજવી લોકોનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે. વર્તમાન આધુનિક યુગમાં જ્યારે મોટા ભાગના લોકો ભવાઈને ભૂતકાળ કહી રહ્યા છે. ત્યારે ભવાઈ આજે પણ મનોરંજન અને માહિતીના પ્રચાર માટેનું મહત્વનું સાધન (Bhavai, Medium of information dissemination) છે. તે આ ગામના ભવાઈ ભજવનારા કલાકારોએ સાબિત કરી બતાવ્યું છે. એક સમયે જ્યારે સંચારના સાધનો મર્યાદિત હતા. ત્યારે લોકો માટે સંચાર વ્યવસ્થાનું કામ ભવાઈના માધ્યમથી કરતા હતા.
ભૂતકાળમાં ભવાઈનો ઉપયોગ માહિતી આપવામાં થતો હતો - એક પ્રદેશની સંસ્કૃતિ બીજા પરદેશમાં ભવાઈના માધ્યમથી પરિચિત કરાવવામાં આવતી હતી, પરંતુ ટીવી અને ઈન્ટરનેટના યુગમાં આ ભવાઇ ભૂલાવવા લાગી છે. અને આ પ્રાચીન અને પરંપરાગત ભવાઈ આવનારી પેઢીમાં પણ જીવંત રહે. તે હેતુથી આખોલ ગામમાં દર વર્ષે ચૈત્ર મહિનામાં ભવાઈ ભજવવામાં આવે છે. તે દરમિયાન અલગ અલગ પ્રકારના નાટક રજૂ કરવામાં આવે છે. અહીં સંવાદ અને વેશભૂષાની મદદથી લોકોને અન્ય સંસ્કૃતિથી અવગત કરાવવામાં આવે છે. સાથે જ અન્ય વિસ્તારનો ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિચય પણ ભવાઈ ભજવીને આપવામાં આવે છે.
પુરૂષો સ્ત્રીનો વેશ ધારણ કરે છે - પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરાગત ભવાઈમાં અનેક કૃતિઓ રજૂ કરવામાં આવે છે. આ કૃતિઓ અભિનયના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે, પરંતુ ખાસ વાત એ છે કે, ભવાઈમાં સ્ત્રીઓ ભાગ નથી લઈ શક્તી. આવા સંજોગોમાં સ્ત્રીઓના જે પાત્ર હોય છે .તે તમામ પાત્રોમાં પુરૂષો જ અભિનય કરતાં હોય છે. એટલું જ નહીં પુરૂષો સ્ત્રીઓના પાત્ર ભજવવા સ્ત્રીઓના વેશ પરિધાન કરવા ઉપરાંત સ્ત્રીઓની જેમ તૈયાર થાય છે. ત્યારબાદ તેઓ રંગમંચ પર પહોંચી અભિનય કરે છે. અને અભિનય પણ કેવો? આબેહૂબ સ્ત્રીઓનો વેશ પરિધાન કરીને સ્ત્રીઓ જેવો જ અભિનય કરતાં હોય છે અને હજારો લોકો વચ્ચે પણ પુરૂષો મહિલાના વેશ પરિધાન કરીને અભિનય કરતાં ક્ષોભ નથી અનુભવતા. આવા જ એક પુરૂષ સાથે અમે વાત કરી કે, જેને સ્ત્રીનો વેશ પરિધાન કરીને પાત્ર ભજવ્યું હતું. શું કહેવું હતું આ યુવકનું આવો સાંભળીએ.