અંબાજી આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે સંપૂર્ણપણે વ્યવસ્થા મળી રહે તેવી તંત્ર તૈયારી કરી રહ્યું છે. હાલમાં વરસાદી સિઝન હોવાથી યાત્રિકોને રોકાણ માટે એને આરામ કરવા માટે અંદાજે 30 જેટલા વોટર પ્રુફ સમીયાણા, આરોગ્યલક્ષ સેવા , પાણીની વ્યવસ્થા યાત્રિકોને દર્શન માટે લાઈન માટેની વ્યવસ્થા સાથે સ્વચ્છતા અને પ્લાસ્ટિક આ મામલે પણ વહીવટીતંત્ર આ પગલાં ભરી રહ્યું છે.
અંબાજીમાં ભાદરવી પુનમના મેળાની તડામાર તૈયારીઓ શરુ - અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો આગામી 8 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. ત્યારે સંઘો દર્શનાર્થે પહોંચવા લાગ્યા છે અને મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજ્યા ઉઠ્યા છે. ભાદરવી પૂનમનો મેળો 8 સપ્ટેમ્બરથી સાત દિવસ માટે ભરાશે. આ મેળામાં 25 લાખ થી 30 લાખ શ્રદ્ધાળુઓ અંબાજીમાં ઉમટી પડશે જેને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહિત જિલ્લા વહીવટીતંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે.
etv banaskantha
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી વિસ્તારમાં ત્રણ જગ્યાએ વિનામુલ્ય ભોજન મેળાના 7 દિવસ અને બન્ને ટાઇમ ભોજન મળી રહે તેવી પણ વ્યવસ્થા કરી છે. અંબાજી મંદિર zકેટેગરીની સુરક્ષા ધરાવતું હોય છે. જ્યાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે. ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઇ તંત્ર સજજ રહ્યુ છે. અંદાજે 130 શહેર સહિત હાઇવે માર્ગ ઉપર CCTVકેમેરાથી સજ્જ કરવામાં આવ્યાં છે.