અંબાજી:બનાસકાંઠાનાયાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ, યોજાનાર ભાદરવી પૂનમનોમેળો આવતીકાલ 5 સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો છે. મેળામાં લાખો પદયાત્રીઓની સુખ સુવિધા માટે કરાયેલી વ્યવસ્થા અંગે આજે અંબાજી મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લાના પત્રકારો સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોંફ્રેન્સ યોજી પત્રકારોને માહિતગાર કર્યા હતા. જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યા માં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદ ની આગાહી કરી છે.
વોટરપ્રુફ ડોમ:યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ યોજાનાર ભાદરવી પૂનમનોમેળો આવતીકાલે 5 સપ્ટેમ્બર થી શરુ થતા મેળા દરમિયાન મોટી સંખ્યા માં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદ ની આગાહી કરી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યો છે. જયારે મંદિરમાં દર્શન માટે પણ સિનિયર સીટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે, વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.