ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી મંદિરે યોજાતો ભાદરવી પૂનમનો મેળો રદ, મંદિર પણ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ

યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોરોનાની મહામારીનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી 27 મી ઓગસ્ટથી ભરાનારો ભાદરવી પૂનમના મેળાને સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં અંબાજી મંદિર પણ આગામી 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Ambaji temple
અંબાજી મંદિરે યોજાતો ભાદરવી પૂનમનો મેળો રદ

By

Published : Aug 21, 2020, 10:17 PM IST

બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોરોનાની મહામારીનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી 27 મી ઓગસ્ટથી ભરાનારો ભાદરવી પૂનમના મેળાને સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં અંબાજી મંદિર પણ આગામી 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

અંબાજી મંદિરે યોજાતો ભાદરવી પૂનમનો મેળો રદ

આ વખતે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી પહોંચી નહી શકે, તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આંબાજી આવતા 1400 જેટલા નોધાયેલા સંઘો જ્યાંથી આવે છે, તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે.

અંબાજી મંદિરમાં શુક્રવારે મંદિર ટ્રસ્ટ દ્વારા તેયાર કરાયેલી ધજાઓનુ મંદિરના સભામંડપમાં રાખી શાસ્ત્રોક્ત વીધીથી બ્રાહ્મણો દ્વારા પૂજાવીધી કરવામાં આવી હતી અને તમામ સંઘોનુ સંચાલન કરનારા ભાદરવી પૂનમીયા સેવાસંઘના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તમામ ધજા જે સંઘો અંબાજી પગપાળા સંઘ લઈને આવે છે તેમના વતન પહોચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ વખતે મેળો અને મંદિર બંધ રહેતા યાત્રીકો ઘરબેઠા અંબાજીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમ થકી કરાશે. અગાઉ ચૈત્રી પૂનમમાં આરતીનું જીવંત પ્રસારણ કરાયું હતું. તેજ રીતે સોશિયલ મીડિયા દ્વારા ઘરે બેઠા માતાજીના દર્શન આરતીનો લ્હાવો આપવાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. જો કે, આ વખતે ઈતીહાસમાં સૌ પ્રથમ વખત 300 વર્ષની પદયાત્રા ની પરંપરા તુટશે પણ હાલ કોરોનાની મહામારી ના કારણે સરકાર દ્વારા લેવાયેલા પગલાને સંઘવીઓએ પણ આવકાર્યો હતો. તેમજ આવતા વર્ષે મેળો ફરી રંગેચંગે ભરાય તેવી પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details