બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને નાથવા સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયુ છે જેમાં શૈક્ષણિક સંકુલો પણ બંધ થઈ જતા બોર્ડની પરિક્ષાની ઉત્તરવહીઓ ચકાસવાની રહી ગઈ હતી. જો કે હવે સરકારે થોડી રાહત સાથે શિક્ષણ વિભાગને મંજૂરી આપતા જીલ્લામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બોર્ડની ઉત્તરવહીઓ ચકાસવાની શરૂઆત થઈ છે. પાલનપુર, ડીસા ,દિયોદર અને થરાદ ઝોનમાં અલગ અલગ શાળાઓમાં 1 હજાર જેટલા શિક્ષકો ધોરણ-10 અને 12ની ઉત્તરવહીઓ ચકાસી રહ્યા છે. તેમજ ઉત્તરવહી ચકાસવાના કેન્દ્રોને સેનીટાઇજ કર્યા તેમજ શિક્ષકો માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરી રહ્યા છે.
બનાસકાંઠામાં સોશ્યલ ડિસ્ટન્સિગ સાથે ઉત્તરવહી ચકાસવાની શરૂઆત
સમગ્ર ગુજરાતમાં લોકડાઉનના કારણે બોર્ડની ઉત્તરવહીઓ ચકાસવાની બાકી રહી ગઈ હતી. પરંતુ હવે જીલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સિગ સાથે ઉત્તરવહી ચકાસવાની શરૂઆત થઈ છે સાથે જ કેન્દ્ર પર કામ કરતા શિક્ષકો સેનીટાઇજ અને માસ્ક પહેરી ઉત્તરવહીઓ ચકાસે છે.
બનાસકાંઠા જીલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સિગ સાથે ઉત્તરવહી ચકાસવાની શરૂઆત
જીલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, એક રૂમમાં માત્ર 2 ટીમો જ ઉત્તરવહીનું મૂલ્યાંકન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દાતાઓએ પણ શિક્ષકોની ચિંતા કરી તેમને સેનેટાઇજર અને માસ્ક કીટનું દાન કર્યું છે. ત્યારે આગામી એક અઠવાડિયા સુધીમાં ઉત્તરવહીઓ ચકાસવાનુંં કાર્ય પૂર્ણ થશે, એવી શકયતાઓ પણ દર્શાવી છે.