જંગલને સલામત અને જીવંત રાખવાની સૌથી વધારે જવાબદારી વનવિભાગની છે. ફોરેસ્ટ વિભાગે જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય છે. પર્યાવરણ દિન પહેલા ETV Bharatની ટીમે આ જંગલ વિસ્તારમાં પ્રવેશી રિયાલીટી ચેક કરી હતી. આ ગ્રાઉન્ડ ઝીરો મુલાકાતમાં નાના મોટા વૃક્ષો કાપેલી હાલતમાં જોવા મળ્યા હતાં.
પર્યાવરણ દિવસ પહેલા બાલારામ અભયારણ્યમાં ETV Bharatનું રિયાલીટી ચેક - forest department
અંબાજીઃ ગબ્બર પાછળના જંગલ વિસ્તારને બાલારામ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે. પરંતુ વનવિભાગની નિષ્કાળજીના કારણે આ વિસ્તાર વેરાન બની રહ્યો છે. જેમાં ETV Bharatના રિયાલીટી ચેકમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
પર્યાવરણ દિવસ પહેલા બાલારામ અભયારણ્યમાં ETV Bharatનું રિયાલીટી ચેક!
તાજા વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા છે. લોકો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓના નાક નીચે આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. આ હકીકત વચ્ચે ફોરેસ્ટ વિભાગના અધિકારીએ સબ સલામતના ગાણા ગાયા હતા.
તેમજ તેમણે જંગલને જીવંત રાખવાની અનેક વાતો કરી હતી. તેમજ જંગલમાં કોઈ અનઅધિકૃત રીતે પ્રવેશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવાની વાત કરી હતી. પણ હકીકતમાં જો આ અધિકારીના જણાવ્યા પ્રમાણે અભિયારણની સારસંભાળ રખાય હોત તો આ હરિયાળો પ્રદેશ વેરાન ન બન્યો હોત. તો નિહાળો બાલારામ અભિયારણનો આંખો દેખી સ્થિતી.