આ રેલીની વિશેષતા એ હતી કે, કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો હેલ્મેટ પહેરીને રસ્તા પર ઉતર્યા હતા અને લોકોને હેલ્મેટના મહત્વ વિષે સમજણ આપી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને ટ્રાફિકના નવા નિયમો કેવી રીતે લોકોના હિત માટે છે તેવો સંદેશ પાઠવ્યો હતો. હેલ્મેટ વગર દર વર્ષે કેટલા લોકો મોતને ભેટતા હોય છે. તે અંગે કોલેજના પ્રાધ્યાપકે પણ લોકોને માહિતી આપી હતી.
ડીસામાં બી એડ કોલેજના વિદ્યાર્થીઓએ હેલ્મેટ જાગૃતિ રેલી યોજી - news traffic rule in india
બનાસકાંઠાઃ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવ્યો તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ડીસાની નવજીવન બી એડ કોલેજ દ્વારા આજે ટ્રાફિક અંગે જાગૃતિ લઇ આવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
B.ed College student in deesa
નવજીવન બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિકના નિયમ અંગેની આ જાગૃતતા ખૂબ જ સરાહનિય છે, ત્યારે આજે વિદ્યાર્થીઓએ પણ દ્રીચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કરી લોક જાગૃતિનો સંદેશ આપ્યો હતો.