બનાસકાંઠાઃ અમીરગઢ વિસ્તારમાં ફરી એક આધેડ પર રીંછે હુમલો કર્યો હતો. આ બનાવને પગલે આજુ-બાજુના લોકોએ દોડી આવી ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સાથે ફોરેસ્ટ વિભાગને જાણકારવામાં આવી હતી.
અમીરગઢમાં ફરી રીંછનો હુમલો, ખેત મજૂર ઇજાગ્રસ્ત
બનાસકાંઠાના અમીરગઢમાં ખેતરમાં ખેતીકામ કરી રહેલા મજૂર પર રીંછે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ખેત મજૂરને સારવાર અર્થે તાત્કાલિક પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અમીરગઢ તાલુકાના કપાસિયા ગામના સરપંચ મોતીભાઈ રબારીની ભેંસો ખોવાઈ જતા તેઓ પાલડીખેડા જંગલ વિસ્તારમાં શોધખોળ કરી રહ્યાં હતાં. તે સમયે અચાનક એક રીંછે તેમના પર હુમલો કરતાં તેઓએ બુમાબુમ કરી હતી. જો કે, જંગલ વિસ્તાર હોવાથી આજુબાજુના કોઈ જ લોકો ન હોવાના કારણે રીંછે તેઓને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી.
સદનસીબે રીંછના બચ્ચાઓએ બુમાબુમ કરતા રીંછ મોતીભાઈને છોડીને ચાલ્યું ગયું હતું. જેથી મોતીભાઈનો જીવ બચી ગયો હતો. જ્યારે આ ઘટનાની આજુબાજુમાં રહેતા લોકોને થતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. રીંછના હુમલા અંગે સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે અવારનવાર રીંછના હુમલાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ફરી એકવાર રીંછે હુમલો કરતાં લોકોમાં ભયનનો માહોલ સર્જાયો છે.