ડીસા તાલુકાના વડલાપુરા મુડેઠા ગામે આવેલા તળાવમાં રાઠોડ ભાવસિંહ અખેરાજજી નાહવા પડયા હતાં, જ્યાં મોડે સુધી તેઓની કોઇ ભાળ ન મળતા તેના પરિવાર દ્વારા યુવકની શોઘખોળ કરવામા આવી હતી.
ડીસાના યુવાનનું તળાવમાં ડુબી જતા મોત - ડીસા તાલુકો
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા વડલાપુરા મુડેઠા ગામે તળાવમાં યુવક ડુબી જતા તેનું મોત નિપજ્યું હતું. જેની જાણ થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી.
ડીસાના યુવાનનું તળાવમાં ડુબી જતા મોત
આ સમગ્ર ઘટના ગામમાં રહેતા તેના મિત્ર ભાવસિંહે જણાવી હતી કે તે તળાવમાં નાહવા ગયો હતો, ત્યાર બાદ પરિવારને જાણ કરવામાં આવતા તેઓએ તાત્કાલિક દાંતીવાડા ગામના તરવૈયાઓ દ્વારા તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. જ્યાં 12 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.