ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિ અંગે ખેલૈયાઓના શું મંતવ્યો છે? આવો જાણીએ...

દરેક ગુજરાતી યુવક-યુવતી અત્યારે નવરાત્રિની રાહ જોઈને બેઠા છે. ત્યારે ગુજરાતીઓને ગરબા કઈ રીતે રમાડવા તે નક્કી કરવામાં સરકાર જ ગરબે ઘૂમી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર ખેલૈયાઓના મંતવ્યો...
બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર ખેલૈયાઓના મંતવ્યો...

By

Published : Oct 8, 2020, 10:35 PM IST

ડીસાઃ કેન્દ્ર સરકારે નવરાત્રિમાં 200 વ્યક્તિઓ ગરબા રમી શકે તેવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ત્યારે રાજ્ય સરકાર પણ આ અંગેની ગાઈડલાઈન નક્કી કરવાની વિચારણા કરી રહ્યા છે. બુધવારના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં અનેક પ્રધાનો દ્વારા આ અંગે સૂચનો આપવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર ખેલૈયાઓના મંતવ્યો...

જો કે, ગરબાને મંજૂરી આપે તો સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જાળવી શકાય. તેમજ એક તબક્કે સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાને મંજૂરી આપવામાં આવી શકે, પરંતુ રાસ રમતી વખતે તેના સ્ટેપ અનુસાર સોશિયલ જળવાઈ શકે નહીં. તેમજ દાંડીયાથી પણ એકબીજાને અડવાની સંભાવના રહે છે, જેના કારણે કોરોના ચેપ લાગી શકે છે. જેના પરિણામે ગાઈડલાઇન કેવી અને કયા કયા નિયમો નક્કી કરવા તે અંગે સરકાર પણ મૂંઝવણમાં મુકાઈ છે.

બીજી તરફ 200 વ્યક્તિઓને મંજૂરી આપી હોવાના પગલે મોટા મોટા પાર્ટી પ્લોટ કે ક્લબમાં ગરબાનું આયોજન થઇ શકે તેમ નથી. પરંતુ મોટા ભાગની સોસાયટીઓ ગરબા યોજવાની વિચારણા કરી રહ્યા છે. પરંતુ હજુ પણ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સરકારની ગાઈડલાઇનની રાહ જોઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર ખેલૈયાઓના મંતવ્યો...

દર વર્ષે નવરાત્રિની તૈયારીઓ બે મહિના પહેલા જ કરવામાં આવતી હતી અને ગરબા ક્લાસમાં 100થી 200 લોકો એક સાથે ગરબા શીખતા હતા. પરંતુ આ વખતની કોરોના વાઈરસની મહામારીના કારણે અને નવરાત્રી ન થવાના કારણે હાલમાં ગરબા ક્લાસ પણ સૂમસામ ભાસી રહ્યા છે અને માત્ર દસ થી પંદર વિદ્યાર્થીઓ સાથે ગરબા ક્લાસ ચાલી રહ્યા છે. ત્યારે નાના ભૂલકાઓ આ વખતેની નવરાત્રી કેવી રીતે મનાવશે આવો તેમના મંતવ્યો સાંભળીએ...

ABOUT THE AUTHOR

...view details