ગુજરાત

gujarat

ETV Bharat / state

હજયાત્રાના નામે કરોડોની છેતરપીંડી, નૂરમોહમ્મદ દાઉઆ આલ્ફા એન્ટરપ્રાઇઝ સામે નોંધાઇ ફરિયાદ - BNS_

બનાસકાંઠાઃ શહેરમાં મુંબઈની એક કંપનીના ટુર ઓપરેટરે 100 થી વધુ લોકો સાથે હજયાત્રા નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટની છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર ટુર ઓપરેટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાની નૂરમોહમ્મદ દાઉઆ આલ્ફા એન્ટરપ્રાઇઝના સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ

By

Published : Jul 15, 2019, 12:04 AM IST

બનાસકાંઠામાં રહેતાં ગુલામ પલાસરાએ પોલીસ મથકે ઓપરેટર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, દર વર્ષે હજ યાત્રા માટે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અસંખ્ય મુસ્લિમ બિરદારો મક્કા મદીના ખાતે જતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે રહેતા નૂરમોહમ્મદ દાઉઆ આલ્ફા એન્ટરપ્રાઇઝના નામે ટુર ચલાવે છે. છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ઘણા લોકોને તેઓ હજયાત્રા કરાવી ચૂક્યા છે.

બનાસકાંઠાની નૂરમોહમ્મદ દાઉઆ આલ્ફા એન્ટરપ્રાઇઝના સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના બસુ ગામના 105થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે. વડગામના બસુ ગામે આવી હજયાત્રાએ જવા ઇચ્છુક યાત્રીઓનો વિશ્વાસ સંપાદિત કરી એક યાત્રી પાસે કુલ 2,30,000 રૂપિયા લેખે ઉઘરાવ્યાં હતા. નાણાં આપેલા તમામને તારીખ 25/06/2019 સુધીમાં હજ યાત્રાએ લઈ જશે તેવું કહ્યું હતું. પરંતુ હજની તારીખ નજીક આવતા મોબાઈલ ઉપર સંપર્ક કરતા આલ્ફા એન્ટરપ્રાઈઝના તમામ સંચાલકોના મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા. યાત્રીઓએ મુંબઈ ઓફીસે તપાસ કરતા ઠગ ટૂર ઓપરેટરો ઓફીસને તાળાં મારી રફુચક્કર થઈ ગયા હોવાનું માલુમ પડતાં હજયાત્રીઓએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં આરોપી મુખ્ય આરોપી નૂરમહમદ ઇબ્રાહિમ દાઉઆ તેના પુત્ર માજ નૂરમહમદ દાઉઆ, મોબીન નૂરમહમદ દાઉઆ અને જમાઇ સોહિલ દાઉઆના નામ સામે આવ્યાં છે. પોલીસે પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details