બનાસકાંઠા :ડીસામાં પ્રેમિકાને મળવા જવું એક યુવકને ખૂબ જ ભારે પડ્યું છે. પ્રેમિકાને મળવા ગયેલા યુવક ગામ લોકોના હાથે ઝડપાઈ જતા તેને તાલીબાની સજા આપી હતી. જોકે, યુવક પાસે માફી મંગાવી છોડી મૂક્યો હતો. જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી.
Banaskantha News : થેરવાડા ગામમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકને તાલીબાની સજા - ડીસામાં યુવકને માર માર્યો
બનાસકાંઠાના ડીસામાં એક યુવકેને ગામ લોકોએ તાલીબાની સજા આપી છે. યુવક પ્રેમીકાને મળવા જતા ગામ લોકોએ પકડી પાડ્યો હતો. યુવકને પકડીને ગામ લોકોએ સજા આપીને છોડી મુક્યો હતો. જોકે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
શું હતો સમગ્ર મામલો : ડીસાના બુરાલ ગામનો એક યુવક થેરવાડા ગામે પ્રેમિકાને મળવા ગયો હતો, જ્યાં ગામ લોકો જોઈ જતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ ગામ લોકોએ એક કિલોમીટર સુધી તેનો પીંછો કરી યુવકને ઝડપી પાડ્યો હતો, ત્યારે રોષે ભરાયેલા લોકોએ તેને ટપલી દાવ કરી માથે ટકો કરી તાલીબાની સજા આપી હતી. ઝડપાયેલા યુવકને સજા કરતાનો 54 સેકન્ડનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સૂત્રો અનુસાર ઝડપાયેલા યુવક સાથે કેટલાક લોકોએ અપશબ્દોથી વાત કરી હતી.
પોલીસ ફરિયાદ નોંધાઈ નથી : આ મામલે પોલીસ મથકનો સંપર્ક કરતા હજુ સુધી કોઈ જ ફરિયાદ નોંધાઇ નથી. ઉલ્લેખનીય છે કે, ડીસા કે બનાસકાંઠા જિલ્લા માટે આ કોઈ નવાઈની વાત નથી. અગાઉ પણ આવી ઘટનાઓ અનેક વખત સામે આવી ચૂકી છે. કોઈને તાલીબાની સજા આપવાનો વિડીયો અગાઉ પણ ઘણા વાયરલ થયા છે, ત્યારે ફરી એકવાર ડીસા પંથકમાં પ્રેમીને તાલીબાની સજા આપી હોવાની વાત ચર્ચાસ્પદ બની છે. જોકે થોડા સમય પહેલા પણ દાહોદના ફતેપુરામાં પરણિત મહિલા પ્રેમી સાથે ભાગી જવાની ઘટનાને પગલે પરિણીતાના પતિ અને સાસરીયાઓએ તાલિબાની સજા આપી હતી. જેમાં ત્રણ આરોપીઓને અટકાયત પોલીસે કરી હતી.
- હારીજમાં તાલિબાની સજાની ઘટનામાં 35 વિરુદ્ધ દાખલ કરાઇ ફરિયાદ, સગીરાને સરકાર તરફથી મળશે 4થી 7 લાખની સહાય
- Mathura POCSO Court: મથુરાની કોર્ટે રચ્યો ઈતિહાસ, દુષ્કર્મ બાદ કિશોરની હત્યાના ગુનેગારને 15 દિવસમાં ફાંસીની સજા
- Dahod Viral Video: ફતેપુરામાં પ્રેમી પ્રેમિકાને તાલીબાની સજા આપતો વીડિયો વાયરલ, ત્રણ આરોપીઓની અટકાયત