બનાસકાંઠા: કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધીની કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે ETV ભારતે બનાસકાંઠાની મહિલાઓનો પ્રતિસાદ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના ગ્રામિણ વિસ્તારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ડીસા તાલુકાના કાંટ ગામના રહેવાસી પિનલ વાઘણીયાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે, તેઓએ સરકારની આ દરખાસ્તને આવકાર આપ્યો હતો. જે પ્રમાણે નાની ઉંમરમાં લગ્ન થતા હતા તેના કારણે દીકરીઓના ભણતર પર અસર પડતી હતી. પરંતુ જે સરકારનો નિર્ણય છે તે યોગ્ય છે.
યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાના સંભવિત નિર્ણય અંગે બનાસકાંઠાની મહિલાઓનો પ્રતિસાદ
કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધી કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે ETV ભારતે બનાસકાંઠાની મહિલાઓ સાથે વાતચીત કરી હતી. જાણો શું છે બનાસકાંઠાની મહિલાઓનો પ્રતિસાદ.
ડીસા તાલુકાના ભોરોલ ગામમાં રહેવાસી ભાવના ઠાકોરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે 21 વર્ષે લગ્નનો જે દરખાસ્ત મૂકવામાં આવ્યો છે, તે દીકરીઓ માટે ફાયદાકારક છે. જે સરકારે 21 વર્ષ પછી લગ્નની વય નક્કી કરવામાં આવી છે. જેના કારણે ગ્રામિણ વિસ્તારમાં જે નાની વયે જે બાળકોના લગ્ન કરવામાં આવતા હતા. તે ચોક્કસથી અટકશે, એટલે આવનારા સમયમાં ચોક્કસ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે.
સરકાર દ્વારા તાજેતરમાં જ મહિલાઓના લગ્નની વય 18 વર્ષથી વધારીને 21 વર્ષની લગ્નની દરખાસ્ત કરવામાં આવી છે. જેને ડીસા તાલુકાના રસાણા ગામમાં પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. નાની ઉંમરે બાળકોના લગ્ન થતા તેના કારણે તેની સીધી અસર શિક્ષણ પર ખાસ કરીને જોવા મળતી હતી. બીજી તરફ 21 વર્ષની ઉંમર લગ્ન માટે સરકાર દ્વારા લગ્નની વય નક્કી કરવામાં આવશે તો, આવનારા સમયમાં ચોક્કસ દેશનું ઘડતર સારું બનશે.