બનાસકાંઠા: બનાસકાંઠાના ડિસામાં ખેડૂતો બટેકાનું મોટા પાયે વાવેતર કરે છે. ત્યારે હવે ખેડૂતો બટેકાની સાથે સાથે શક્કરટેટી અને તરબૂચનું પણ મોટા પાયે વાવેતર કરી રહ્યાં છે. ચાલુ વર્ષે ડીસામાં 1400 હેક્ટર જમીનમાં તરબૂચના વાવેતર સામે અંદાજે 56 હજાર ટન ઉત્પાદન થવાની શક્યતા છે. જ્યારે 5500 હેક્ટર જમીનમાં શક્કરટેટીના વાવેતરની સામે 2 લાખ 20 હજાર ટન જેટલું ઉત્પાદન થઈ શકે છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં સોમવારથી યાર્ડના ચેરમેન દ્વારા શક્કરટેટી અને તરબૂચના વેચાણ કરવાની વ્યવસ્થા કરાઇ છે.
બનાસકાંઠાઃ સોમવારથી ડિસા માર્કેટયાર્ડમાં તરબૂચ અને શક્કરટેટીનું વેચાણ શરૂ - Mawjibhai, chairman of Deesa Marketyard
બનાસકાંઠાના ડિસામાં ખેડૂતો બટેકાનું મોટા પાયે વાવેતર કરે છે. ત્યારે હવે ખેડૂતો બટેકાની સાથે સાથે શક્કરટેટી અને તરબૂચનું પણ મોટા પાયે વાવેતર કરી રહ્યાં છે. ચાલુ વર્ષે ડીસામાં 1400 હેક્ટર જમીનમાં તરબૂચના વાવેતર સામે અંદાજે 56 હજાર ટન ઉત્પાદન થવાની શક્યતા છે. જ્યારે 5500 હેક્ટર જમીનમાં શક્કરટેટીના વાવેતરની સામે 2 લાખ 20 હજાર ટન જેટલું ઉત્પાદન થઈ શકે છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં સોમવારથી યાર્ડના ચેરમેન દ્વારા શક્કરટેટી અને તરબૂચના વેચાણ કરવાની વ્યવસ્થા કરાઇ છે.
દર વર્ષે જિલ્લામાંથી શક્કરટેટી અને તરબૂચના 30 ટકા રાજસ્થાન, 20 ટકા જમ્મુ કાશ્મીર, 5 ટકા દિલ્હી, 5 ટકા મધ્યપ્રદેશ, 5 ટકા પંજાબ, 20 ટકા મહારાષ્ટ્ર અને 15 ટકા માલની રાજ્યમાં નિકાસ થાય છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ અને સંચાલક મંડળ દ્વારા ડીસા આસપાસના નવ જેટલા કોલ્ડ સ્ટોરેજ પર સોમવારથી શક્કરટેટી અને તરબૂચની વેચાણ કરવાની વ્યવસ્થા કરાઇ છે. જયારે માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી માલની ખરીદ-વેચાણ માટે આવતા ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટોને લોકડાઉન દરમ્યાન કોઇ જ પ્રકારની મુશ્કેલી ન વેઠવી પડે તે માટેની વ્યવસ્થા કરી છે. આ અંગે માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વર્ષ 2015 થી શાકભાજી અને ફળફળાદી પર થી બજાર સમિતિઓનું નિયંત્રણ હટાવી લેવામાં આવ્યું છે પરંતુ લોકડાઉન દરમ્યાન શક્કરટેટી અને તરબૂચ પકવતા ખેડૂતોની હાલત કફોડી થતાં ખેડૂતોના હિતમાં બજાર સમિતિ ડીસા દ્વારા સંપૂર્ણ પારદર્શક અને સ્વસંચાલિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.