ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં ઉત્મસાહ સાથે મતદાન પૂર્ણ - Gujarat

બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બનાસકાંઠા બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા, જેમનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે.

bns

By

Published : Apr 24, 2019, 9:51 AM IST

બનાસકાંઠા જિલ્લામાં પણ મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું હતું. સવારે 7:00 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલું મતદાન 6:00 વાગ્યે પૂર્ણ થયું હતું. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા અને આ તમામ ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ થયા હતા. બનાસકાંઠામાં ગરમી હોવા છતાં લોકોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

બનાસકાંઠામાં મતદાન પૂર્ણ

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 8 ટકા જેટલું વધારે મતદાન થયું હતું, ત્યારે મંગળવારે 24 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સિલ થતા આગામી 23 મેના રોજ આ રહસ્ય પરથી પડદો ઉઠશે અને બનાસકાંઠાની જનતા કોને સરતાજ પહેરાવશે તે એક મહિના પછી પરિણામ બાદ ખ્યાલ આવશે.

ABOUT THE AUTHOR

...view details