બનાસકાંઠાઃ જિલ્લાના રસાણા ગામે જૈન દેરાસરના પૂજારીના ઘરનું તાળું તોડી તસ્કરો 1.70 લાખની માલમતાની ઉઠાંતરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના રસાણા ગામે જૈન દેરાસરમાં 1 લાખથી વધુ રૂપિયાના માલ-સામાનની ચોરી - Deesa News
બનાસકાંઠાના રસાણા ગામે જૈન દેરાસરના પૂજારીના ઘરનું તાળું તોડી તસ્કરો 1.70 લાખની માલમતાની ઉઠાંતરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લામાં લોકડાઉન ખુલતાની સાથે જ ચોરો સક્રિય બન્યા છે. તેમજ ચોર જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓને અજામ આપી રહ્યાં છે. ખાસ કરીને એક તરફ લોકડાઉન હોવાના કારણે લોકો પાસે પૈસા નથી તો બીજી તરફ ચોરો ચોરીની મોટી મોટી ઘટનાઓને અજામ આપતા હાલમાં લોકોમાં ચોરીઓની ઘટનાને લઈ ભય જોવા મળી રહ્યો છે.
ચોરોએ મકાનોને નિશાન બનાવ્યા બાદ હાલમાં મંદિરોને નિશાન બનાવી મોટી મોટી ચોરીઓ કરી રહ્યાં છે. ડીસા તાલુકાના રસાણા ગામે જૈન ચંદન વિહારધામમાં પૂજારી તરીકે સેવા આપતા પ્રફુલપુરી ગોસ્વામી અને તેમના પત્ની ઘરમાં ધાબા પર સુતા હતા તે દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરી તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 1.70 લાખ રૂપિયાના માલમત્તાની ઉઠાંતરી કરી ગયા હતા. વહેલી સવારે ખબર પડતા જ પૂજારીએ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.