બનાસકાંઠાઃ હિન્દુ ધર્મમાં ગાયને ઉંચુ સ્થાન આપવામાં આવે છે. ધાર્મિક રીતે કહીએ તો 33 કરોડ દેવતાનો ગાયમાં વસવાટ કરે છે. ગાયની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. ત્યારે આ બાબતે સરકાર પણ ગૌ-હત્યા અટકાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. આ બાબતે ગૌ-હત્યા ન થાય, તે માટે સરકાર દ્વારા અનેક કાયદા કાનૂન બનાવવામાં આવ્યાં છે. છતાં પણ આજ દિન સુધી મોટા ભાગે અનેક ગામમોમાં ગૌ-હત્યા થઈ રહી છે.
બનાસકાંઠાના 3 ગામની સીમમાંથી 7 ગાયના હાડપિંજર મળ્યા, ગૌરક્ષકોમાં રોષ - ગ્રામજન
બનાસકાંઠાના સુઈગામમાં 7 ગાયોના મૃતદેહ મળી આવ્યા છે. આ કારણે ગૌરક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ માટે જવાબદાર લોકોને સજા આપવામાં આવે તેવી માગ સ્થાનિકોએ કરી છે.
ખાસ કરીને રાજસ્થાનના લોકો જે પૈસા કમાવવા માટે મોટા પ્રમાણમાં ગૌ-વંશ બહારના રાજ્યોમાં મોકલે છે. ત્યારે વાત કરીએ સુઈગામ તાલુકાની એક એવી ઘટના સામે આવી છે કે, કુંભારખા અને એટાની કુંભેશ્વરની ખારીની સીમમાં ગાયના સાત હાડપિંજર જોવા મળ્યા હતા.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, કોઈ નરાધમ વ્યક્તિએ આ ગાયોની હત્યા કરી હોય એવું જણાઈ રહ્યું છે. માંસ અને ચામડી વિનાના આ દેહ કોહવાઈ ગયેલા કોઈ વાહનમાં લાવીને નાખ્યા છે. કેટલાય સમયથી એક બે દેહ તો જોવા મળતા જ હોય છે, પરંતુ આ વખતે 7 જોવા મળતા ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવું કામ કરવાવાળાને સરકાર પકડીને ગૌ-હત્યાના કાયદા અનુસાર સજા આપે તેવી માગ ગૌરક્ષકોએ કરી હતી.