બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં માદક પદાર્થ બનાસકાંઠા જિલ્લામાં થઈ ગુજરાતમાં મોકલવામાં આવે છે. ગત એક મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાંથી પોલીસે મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે.
બનાસકાંઠાઃ SOGએ વાર ગામમાંથી 69,800નો ગાંજો ઝડપી પાડ્યો
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં માદક પદાર્થ બનાસકાંઠા જિલ્લામાં થઈ ગુજરાતમાં મોકલવામાં આવે છે. ગત એક મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાંથી પોલીસે મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે.
લોકો પૈસા કમાવવાની લ્હાયમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થોની હેરાફેરી કરે છે, પરંતુ કેટલીક વખત પોલીસની સતર્કતાના કારણે આવા માદક પદાર્થો મોટી સંખ્યામાં ઝડપાઈ જતા હોય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસે અત્યાર સુધી અનેક જગ્યાઓ પર રેડ પાડી મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થો ઝડપી પાડ્યો છે, ત્યારે શનિવારે ડીસા તાલુકાના ભીલડી નજીકના વારા ગામની સીમમાં આવેલા રહેણાંક મકાનમાં SOGની ટીમે રેડ પાડી 6.98 કિલોગ્રામ ગાંજોના જથ્થો ઝડપી પાડ્યો છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે SOGની ટીમ એન.ડી.પી.એસના કેસો શોધી કાઢવા માટે ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી અને હકીકતના આધારે શિહોરી સર્કલ ઈન્સપેક્ટર તથા SOG પોલીસ ઈન્સપેક્ટરની ટીમે વારા ગામની સીમમાં રહેતા પાંચાજી ઠાકોરના મકાનમાં રેડ પાડી 6.98 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત રૂપિયા 69,800 આંકવામાં આવે છે. પોલીસે આ ગાંજો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.