- બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી પોલીસનું સફળ ઓપરેશન
- પાલનપુર એરોમાં સર્કલ પાસેથી પોલીસે લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું
- પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા
- જિલ્લામાં વધતા જતા ડ્રગ્સના વેપારને અટકાવવા પોલીસ સક્રિય
- બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સનું નેટવર્ક
બનાસકાંઠા: જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રોજેરોજ મોટી સંખ્યામાં અસામાજિક લોકો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ, અફીણ, ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું હેરાફેરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી દર વર્ષે મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે વસ્તુઓને જિલ્લામાંથી અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે પરંતુ કેટલીકવાર પોલીસને મળતી બાતમીના આધારે મોટી માત્રામાં આ માદક પદાર્થો ઝડપી પાડવામાં આવતા હોય છે છેલ્લા એક વર્ષમાં અમીરગઢ બોર્ડર પરથી અનેક માદક પદાર્થોના કેસ થયા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં માદક પદાર્થોનું મોટું નેટવર્ક જોવા મળી રહ્યુ છે.
આ પણ વાંચો:મુન્દ્રા કેસમાં ચેન્નાઈના દંપતીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા
પાલનપુર એરોમા સર્કલ પરથી ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી એમડી ડ્રગ્સ સહિત કેફી પદાર્થો હેરાફેરી ઝડપાવાના મામલા વધવી રહ્યા છે, ત્યારે વધુ એક વખત બનાસકાંઠા જિલ્લાની SOG પોલીસે જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં એરોમા સર્કલ પરથી મોડી રાત્રે અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા બે રાજસ્થાની શખ્સને બાતમીને આધારે દબોચી લઈ તેમની પાસે રહેલું 260 ગ્રામ મેફ્રેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું છે.