ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા: રીપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માગ કરી

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે તેવા વિદ્યાર્થીઓને શાળા સંકુલમાં કોરોના ગાઈડલાઈન નું પાલન કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

exam
બનાસકાંઠા: રીપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માગ કરી

By

Published : Jul 16, 2021, 11:52 AM IST

  • બનાસકાંઠામા ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ
  • કોરોના ની ગાઈડલાઈન મુજબ તમામ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો
  • એક કલાસમાં 20 વિદ્યાર્થીઓ ને બેસાડી પરીક્ષા લેવાઈ


બનાસકાંઠા: સમગ્ર ગુજરાતભરમાં કોરોના મહામારીના કેસોમાં સતત વધારો થતા તેમજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન જોખમાય એટલે સરકાર દ્વારા તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. સતત બે વર્ષના સમયગાળામાં કોરોના મહામારીમાં શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણમાં ભારે હાલાકી પડી હતી. તેમજ હવે કોરોનામાં સતત ઘટાડો થતા સરકાર દ્વારા શાળા ખોલવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10 અને 12 ના રિપીટ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન આપવામાં ન આવ્યું હતું જેના કારણે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા.

આ પણ વાંચો : Gujarat Board Exam 2021 : રાજકોટના વિદ્યાર્થીઓ નિરાશ, કહ્યું ' અમારી સાથે અન્યાય થયો '

ત્રણ કેન્દ્રો પર પરીક્ષાઓ યોજાશે

જિલ્લામાં 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 15 થી 28 તારીખ સુધી યોજાવાની છે.જેમાં SSCના 31 કેન્દ્રો પર 126 બિલ્ડીંગમાં 25,258 વિદ્યાર્થી જ્યારે HSCના સામાન્ય પ્રવાહના એક કેન્દ્ર પર 31 બિલ્ડીંગમાં 7,928 અને વિજ્ઞાન પ્રવાહના 1 કેન્દ્ર પર 4 બિલ્ડીંગમાં 718 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. વિદ્યાર્થીઓમાં કોરોના લક્ષણો જણાશે તો તેમની માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

બનાસકાંઠા: રીપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માગ કરી

આ પણ વાંચો : ભાવનગરના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષાને લઈ મત રજૂ કર્યા

વિદ્યાર્થીઓની માગ

પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ સરકાર પાસે માગ કરી હતી કે કોરોનાવાયરસની મહામારીમાં જે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે તેમની સાથે રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે. તમામ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં ક્લાસ રૂમમાં પ્રવેશ મેળવી પરીક્ષા આપવાનું શરૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details