ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ફરી મેઘ મહેરબાન થયો - બનાસકાંઠા

બનાસકાંઠા: જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ શરૂ થયો છે. ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે હાલ બનાસ નદીમાં પાણીની આવક થઈ છે. જેના કારણે દાંતીવાડા ડેમમાં હાલ 1000 ક્યુશેક પાણીની આવક થઈ રહી છે.

etv bharat banaskantha

By

Published : Sep 3, 2019, 6:15 AM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેરબાન થયો છે. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં ધીમીધારે સારો વરસાદ થતાં લોકો ખુશખુશાલ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પણ અમીરગઢમાં 36 મીમી,કાંકરેજમાં 4 મીમી, ડીસામાં 48 મી.મી થરાદમાં 15 મીમી, દાંતામાં 76 મીમી, દાંતીવાડામાં 14 મીમી, ધાનેરામાં 13મીમી, પાલનપુર 52 મીમી, લાખણીમાં 30મીમી વડગામમાં14 મી.મી વાવમાં 5 અને સુઈગામ માં 13 મીમી વરસાદ ખાબક્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી મેઘ મહેરબાન થયો

વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બનાસકાંઠાની બે નદીઓમાં પણ પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પણ ફરી નવા પાણીની આવક શરૂ થઈ છે. ધાનેરાની રેલ નદીમાં પણ નવા નીર આવતા ધાનેરા પંથકમાં ખુશીનો માહોલ છવાયો હતો.

2015 અને 2017માં આજ જ રેલ નદી ગાંડીતૂર બનતા ધાનેરા સહિતના વિસ્તારોમાં પૂર પ્રકોપ સર્જાયો હતો. ત્યારબાદ બે વર્ષ બાદ ફરી આ જ નદીમાં પાણીની આવક શરૂ થતા લોકો ખુશી જોવા મળી રહી છે. બનાસ નદીમાં નવા નીર આવતાની સાથે જ દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. દાંતીવાડા ડેમમાં 1 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. હાલમાં દાંતીવાડા ડેમની સપાટી 565 ફૂટ નોંધાઇ છે. જ્યારે તેની ભયજનક સપાટી 604 ફૂટ છે.

ABOUT THE AUTHOR

...view details