બનાસકાંઠા: જિલ્લામાં ફરી એકવાર તીડ આક્રમણની દહેશતના પગલે તંત્ર એલર્ટ થયું છે. રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી તીડના ઝુંડોએ આતંક મચાવ્યો છે અને અંદાજે 10 કિલોમીટરના વિસ્તારમાં તીડે આક્રમણ કર્યુ છે અને આ ઝુંડ ફરી એકવાર રાજસ્થાનથી બનાસકાંઠામાં આક્રમણ કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
બનાસકાંઠામાં ફરીવાર તીડના આક્રમણની શક્યતા... - Banaskantha
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ વચ્ચે ફરી એકવાર તીડ આક્રમણની શક્યતાઓ છે. જેને કારણે અત્યારે સરહદી વિસ્તારમાં તંત્ર દ્વારા તીડ રોકવા માટેના પ્રયત્નોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

બનાસકાંઠા: ફરીવાર તીડ આક્રમણની શક્યતા
જેને પગલે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ અને તીડ નિયંત્રણ વિભાગના અધિકારીઓ એલર્ટ થયા છે. બનાસકાંઠા જીલ્લાની અંદર અગાઉ પણ એક વર્ષમાં ત્રણ વખત તીડોએ આક્રમણ કર્યું હતું. જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું ત્યારે આ વખતે તંત્રએ સરહદી વિસ્તારના સ્થાનિક ખેડૂતો અને સરપંચોને પણ તે મામલે એલર્ટ રહેવા માટે સૂચના આપી છે.