ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા પોલીસે થરાદમાંથી ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો ઝડ્પ્યો

બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે થરાદ હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ અફીણના છોડ તેમજ ડોડાનો જથ્થાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો.

બનાસકાંઠા પોલીસે થરાદમાંથી ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો ઝડ્પ્યો
બનાસકાંઠા પોલીસે થરાદમાંથી ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો ઝડ્પ્યો

By

Published : Mar 13, 2020, 2:27 AM IST

Updated : Mar 13, 2020, 4:18 AM IST

બનાસકાંઠા : જિલ્લામાં ખેડૂતો વધુ પૈસા કમાવવાની લ્હાયમાં પોતાના ખેતરમાં પાકની સાથે માદક પદાર્થોનું વાવેતર કરતા હોય છે, ત્યારે કેટલીકવાર બનાસકાંઠા જિલ્લા પોલીસને બાતમી મળતા ખેતરમાંથી અનેક માદક પદાર્થોનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જિલ્લા પોલીસ વડા સુભાષ ત્રિવેદી, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલને મળેલી બાતમીને આધારે થરાદ ખાતે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.

બનાસકાંઠા પોલીસે થરાદમાંથી ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો ઝડ્પ્યો

આ તકે થરાદ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ગેરકાયદેસર રીતે વરીયાળીના પાકની વચ્ચે ઉગાડેલ અફીણના છોડ, ડોડાનો 127.89 કિલોગ્રામના આશરે રૂપિયા 12 લાખના મુદ્દામાલ સાથે ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ NDPS એકટ મુજબ થરાદ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Last Updated : Mar 13, 2020, 4:18 AM IST

ABOUT THE AUTHOR

...view details