- ધાનેરા તાલુકાના ગેળા ગામમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
- આડાસંબંધમાં પતિ હતો કાંટો, પત્નીના પ્રેમીએ કરી આ રીતે હત્યા
- પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં પૈસાની લેવડદેવડ અને સૌથી વધુ હત્યા પ્રેમ પ્રકરણમાં સામે આવી રહી છે. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાંથી અને હત્યાના બનાવ સામે આવી રહ્યા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ, થરાદ, ધાનેરામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ બાબતે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે તો જ આવા હત્યાના બનાવો અટકી શકે તેમ છે.
ગેળા ગામે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
ધાનેરા તાલુકાના ગેળા ગામના ચડ્યામાંથી બે દિવસ અગાઉ એક યુવકને હત્યા થઇ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલાયો છે. ધાનેરાના રવિયા ગામે રહેતા અણદાભાઈ શવસીભાઈ પટેલની પત્નીને રાજસ્થાનના ઈલોલિયા ગામે રહેતા રોશનખાન કાસબખાન સિંધી સાથે આડા સબંધ હતા. રોશનખાન ધાનેરા ખાતે ગાયોનો તબેલો બનાવી રહેતો હતો અને ઘરે જઈ આવી ન શકતો હોઇ જેથી તેની પત્ની કાયમી તેના પિયર અનાપુરછોટા ગમે રહે તે માટે અણદાભાઈ કાંટો કાઢવા તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.