ગુજરાત

gujarat

ETV Bharat / state

દિયોદર પોલીસે ચેઈન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા 3 ઈસમોની ધરપકડ કરી - Deodar, police news

બનાસકાંઠાઃ જિલ્લામાં ચેઈન સ્નેચીંગના ગુનામાં દિયોદર પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જેમાં દિયોદર હાઇવે વિસ્તાર પર ૩ ઈસમોને શંકાસ્પદ રીતે ઝડપી પૂછપરછ કરતા દિયોદર અને ભાભરમાં તાજેતરમાં થયેલા ચેઈન સ્નેચીંગના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે ૩ આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

diyodar police caught 3 accuse in chain snatching indecent
diyodar police caught 3 accuse in chain snatching indecent

By

Published : Dec 3, 2019, 8:01 AM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ અને ચેઈન સ્નેચીંગના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે દિયોદર પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જેમાં દિયોદર પોલીસે રાહુલ જયંતિ ઠાકોર, ભોપાજી ચંદુજી ઠાકોર અને એક સગીર આરોપીને ઝડપી લીધા હતા. આ ૩ આરોપીઓ પોતાના પલ્સર બાઈક પર આવી મોઢા પર રૂમાલ બાંધી હાઇવે વિસ્તાર તેમજ અન્ય સુમસામ રસ્તા પરથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરી લૂંટની ઘટનાને અંજામ આપતા હતા.

ચેઈન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા 3 ઈસમોની ધરપકડ

દિયોદર પોલીસ ચેઈન સ્નેચીંગના ગુનાની ભાળ મેળવવા પોલીસ દિયોદર ખીમાણા ત્રણ રસ્તા ઉપર પેટ્રોલિંગ કરતી હતી. ત્યારે બાતમીના આધારે થરા તરફથી આવતું કાળા કલરનું બાઈક રોકી પૂછપરછ કરતા પોલીસને યોગ્ય જવાબ ન આપતા શંકા ગઈ હતી. પોલીસે ત્રણેય આરોપીને દિયોદર પોલીસ મથક ખાતે લાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી. આરોપી રાહુલ અને ભોપાજી તેમજ સગીરે જિલ્લાના દિયોદર આયોધ્યા નગર સોસાયટી આગળ સાંજના સમયે એક મહિલા રિક્ષામાંથી ઉતરતી હતી, ત્યારે તેના ગળામાંથી સોનાની ચેઈનની ચીલ ઝડપ કરી ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ ભાભરમાં પણ ચેઈન સ્નેચીંગને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

દિયોદર પોલીસને દિયોદર અને ભાભરની ચેઈન સ્નેચીંગની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પરતું આ આરોપી બનાસકાંઠા અને કે અન્ય કોઈ જિલ્લામાં કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, તે પુછપરછ કરવા માટે આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details