બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી તલાટીઓની હડતાળ ચાલી (Talatis strike in Banaskantha) રહી છે. દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીના વિરોધમાં (Protest of Dantiwada Taluka Development Officer) ચાલી રહેલી તલાટીઓની હડતાળના કારણે ગામડાઓમાં લોકોને ભારે મૂશ્કેલીનો (Banaskantha People are in trouble) સામનો કરવો પડ્યો છે. તલાટીઓ દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલીની માગ કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક સરકાર દ્વારા તલાટીઓની માગણી પૂરી કરવા માગ (Demand to fulfill demands of the Talatis) કરવામાં આવી હતી.
જિલ્લામાં થઈ રહ્યા છે આંદોલન - જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક માગણીઓને લઈ (Demand to fulfill demands of the Talatis) આંદોલન થઈ રહ્યા છે. ક્યાંક અધિકારીની બદલી માટે આંદોલન થઈ રહ્યા છે. તો ક્યાંક વિવિધ માગણીઓને (Demand to fulfill demands of the Talatis) લઈ આંદોલન થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી અતિપછાત જિલ્લો માનવામાં આવે છે. આના કારણે દર વર્ષે અનેક સમસ્યાનો સામનો બનાસકાંઠા જિલ્લાના લોકોએ કરવો પડે છે. ખાસ કરીને જેટલા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટું પાણી મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. આ તરફ હવે જિલ્લામાં સરકારી અધિકારીઓની બદલી માટે સરકારી કર્મચારીઓ જ આંદોલન તરફ પડી રહ્યા છે.
આ પણ વાંચો-રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ: તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા આપવામાં આવ્યું અલ્ટીમેટમ
સરકારી અધિકારીઓ કર્મચારીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ - અહીં મોટા ભાગે સરકારી અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાય છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કર્મચારીઓ દ્વારા અધિકારીઓની બદલીને લઈ આંદોલનો કરવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલી માટે જિલ્લાના તમામ તલાટીઓએ સરકાર પાસે માગ (Demand to fulfill demands of the Talatis) કરી હતી, પરંતુ આજ દિન સુધી તેમની દાંતીવાડાથી બદલી કરવામાં ન આવતા હવે તલાટીઓએ જિલ્લામાં આંદોલન શરૂ કર્યું છે.