10 કરોડ રુપિયાથી વધુનું નુકસાન થવાનો અંદાજ ડીસા : હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં ગત મોડી રાત્રે થયેલા ભારે વાવાઝોડા અને વરસાદના કારણે જિલ્લાના અનેક તાલુકામાં મોટું નુકસાન થવા પામ્યું હતું. જેમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતાં. ખેડૂતોના ખેતરનો ઉભો બાજરીનો પાક પણ નષ્ટ થવા પામ્યો હતો તેમજ અનેક ઘરોના તેમજ પશુઓના તબેલાના પતરા તેમજ નળિયા પણ ઉડી જવા પામ્યા હતાં. ભારે વાવાઝોડા થી બનાસકાંઠા જિલ્લામાં લાખો નહીં પરંતુ કરોડોનું નુકસાન થવા પામ્યું છે.
મારી દુકાનના પતરા ઉડી ગયા છે અને મારે લગભગ 60 થી 70 હજારનું નુકસાન છે. હવે મારી પાસે નવા પતરા લાવવા માટે રૂપિયા નથી, તો હું ફરી કઈ રીતે પતરા લાવીને મારી દુકાન ઢાંકી શકું. તેથી સરકાર જો કંઈ સહાય આપે તો સારું...કાનાભાઈ દેસાઇ (અસરગ્રસ્ત)
તબાહીના દ્રશ્યો સર્જયાં : બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાં ગત મોડી રાત્રે આવેલા ભારે વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લાના લોકો ભયભીત બની ચૂક્યા હતાં. કારણકે ભારે વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાં અનેક વૃક્ષો અનેક વીજ પોલો તેમજ અનેક મકાનોના તેમજ તબેલાઓના પતરા સહિત નળિયા પણ ઉડી જવા પામ્યા હતા. તેમજ ખેડૂતોમાં ખેતરમાં ઉભેલો બાજરીનો પાક પણ ધરાશાયી થવા પામ્યો હતો. જેથી બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે આવેલા ભારે વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં તબાહીના દ્રશ્યો સર્જયાં હતાં.
ગઈકાલે રાત્રે જે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો એમાં વાવાઝોડામાં મારા ઘરના પતરા ઉડી ગયા છે અને મને નુકસાન થયેલું છે. તેથી સરકાર સર્વે કરી યોગ્ય સહાય કરે એવી અમારી માંગ છે...મગનભાઈ રબારી (અસરગ્રસ્ત)
વાવાઝોડાથી આટલું નુકશાન : બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ભારે વાવાઝોડાથી અનેક ગામડાઓમાં નુકસાન થયું હતું. જેમાં અંદાજે 100 લોકોના ઘરના પતરાં, 200 તબેાલના શેેડ ઉડ્યાં હતાં. જ્યારે 500થી વધુ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. વીજલાઈન તૂટી ગઈ જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. આ ભારે વાવાઝોડાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેવી જ રીતે અનેક તાલુકામાં પણ આ રીતે ભારે તબાહી સર્જાઈ હતી. આ ભારે વાવાઝોડાથી
લોકોને અંદાજે 10 કરોડ રુપિયાથી પણ વધુનું માલમિલકતનું નુકસાન થવા પામ્યું હતું.
યોગ્ય સહાયની માગણી : બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતોં જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કેટલા ગામડાઓની અંદર કેટલાક ગામડાંઓના ઘરોના પતરાં ઉડ્યા હતાં અને તબેલાના પતરા ઉડ્યા હતાં. ત્યારે ડીસા તાલુકાના લોકો માંગ કરી રહ્યા છે કે તેમને મોટું નુકસાન થયું છે જેથી સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય કરવામાં આવે જેથી તેઓ પગભર થઈ શકે.
- Unseasonal Rain : કમોસમી વરસાદની સહાય માટે ઓફલાઇન અરજી, કેટલા જિલ્લાના ખેડૂતોને મળશે લાભ જૂઓ
- Gujarat Weather Updtaes: અમદાવાદમાં ભારે પવનથી ધૂળીયું હવામાન, આગામી 24 કલાક અતિભારે
- Ahmedabad Rain : અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ