સામાન્ય પરિવારના વિદ્યાર્થીની અસામાન્ય પ્રતિભા ડીસા : અત્યારનો યુગ ટેકનોલોજીનો યુગ છે અને હવે તો ડીગ્રીધારકો કે અનુભવી જ નહીં પરંતુ 15-17 વર્ષના યુવાનો પણ ઇનોવેટીવ આઈડિયા થકી કંઈક નવું બનાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ડીસામાં પણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા એક યુવકે પોતાના આઈડિયા થકી એડવાન્સ ડ્રોન બનાવતા નેશનલ લેવલે તેના આઇડીયેશનની પસંદગી થઈ છે.
ધોરણ 12 સાયન્સમાં ભણે છે : ડીસાની આદર્શ હાઇસ્કુલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો મનીષ રાજેશભાઈ માળીની ઉંમર અત્યારે માત્ર 17 વર્ષની છે પરંતુ નાનપણથી જ તેને કંઈક અલગ ઇનોવેટિવ કામ કરવાની ઈચ્છા હતી અને તે સતત તે દિશામાં કંઈક નવુંને નવું બનાવતો હતો. તે દરમિયાન એક વર્ષ પૂર્વે તેને અભ્યાસ કરતા કરતા એક સામાન્ય ડ્રોન બનાવ્યું હતું. તે બનાવ્યા બાદ તેને તેમાં કંઈક એડવાન્સ ટેકનોલોજી સાથે બનાવવાનો વિચાર આવ્યો અને તે પછી તેને તે દિશામાં કામગીરી શરૂ કરી.
બાળપણથી જ મને કંઈક ને કંઈક પ્રોજેકટ બનાવવાની ઈચ્છા થતી રહેતી. અગાઉ મેં આયરનમેનહેન્ડ મશીન, ઇન્વેટર પણ બનાવેલું છે તેનો ઉપયોગ પણ ઘણા ક્ષેત્રમાં થઈ શકે , ત્યારબાદ મેં એક સામાન્ય ડ્રોન બનાવ્યું હતું. જે બાદ એક કોમ્પિટિશન થઈ જેથી મને લાગ્યું કે મારે એડવાન્સ ડ્રોન બનાવવું જોઈએ એટલે મેં એડવાન્સ ડ્રોન બનાવી રોબો ફેસ્ટ 3.0 માં ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા લેવલની આ કોમ્પિટિશન હતી જેમાં દેશભરમાંથી 700 લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 151 લોકો સિલેક્ટ થયા હતા જેમાં મારું પણ ડ્રોન રોબર્ટ સિલેક્ટ થયો છે...મનીષ માળી(ડ્રોન બનાવનાર વિદ્યાર્થી)
10 જુલાઈએ અમદાવાદમાં પ્રેઝન્ટેશન નેશનલ રોબો ટેસ્ટ 3.0 માં ભાગ લેતા આઈડીયોલોજીમાં સિલેક્શન થતાં મનીષને 50000 રૂપિયાનું ઇનામ મળ્યું હતું. જેનો હવે સેકન્ડ લેવલ પીઓસી એટલે પ્રુફ ઓફ કોન્સેપ્ટ માટે 10 જુલાઈના રોજ અમદાવાદ ખાતે સાયન્સ સીટી જઇ પ્રેઝન્ટેશન આપવાનું છે. મનીષે સરકારની મદદ માટે આભાર પણ માન્યો હતો અને વિનંતી કરી હતી કેે આવા પ્રોજેક્ટને સપોર્ટ કરવો જોઈએ.
ડ્રોનની ખાસિયતઆ ડ્રોનની ખાસિયત છે કે એક તો નોર્મલ છે, જે સામાન્ય રિમોટથી કંટ્રોલ કરી શકાય અને એક એડવાન્સ ફીચર્સ છે જેમાં કોઈ મિશન આપ્યું હોય અને તે ઓટોમેટીક ફોલો કરે અને ઓટોમેટીક પાછું લેન્ડ પણ થઈ જાય છે.
કુલ 70 હજારમાં બનાવી દીધું : અભ્યાસ કરતો હોવાથી અને પિતા પણ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી તેને એડવાન્સ ડ્રોન બનાવવા માટે જેમ જેમ પૈસાની સગવડ થઈ તે રીતે તે તેના સાધનો ખરીદતો ગયો. કેટલાક પાર્ટ્સ તેને લોકલ માર્કેટમાંથી ખરીદી કરી હતી પરંતુ કેટલીક ચીજ વસ્તુઓ સ્થાનિક માર્કેટમાં ન મળતા તેને ઓનલાઈન ખરીદી કરી હતી અને કુલ 70 હજાર રૂપિયાની ચીજવસ્તુઓની ખરીદી કરી તેને એક એડવાન્સ ટેકનોલોજીવાળું ડ્રોન બનાવ્યું.
ડ્રોનની એક કિલોમીટરની રેન્જ : ડ્રોન બનાવવામાં તેને ફ્રેમ, બીએલડીસી મોટર, ઇએસડી, ટ્રાન્સમિટર અને રીસીવર,ફ્લાઇટ કંટ્રોલર,કેમેરા,ટેલી મેટ્રી, લીપો બેટરી,ચાર્જર,સ્ક્રુ, વાયર અને જીપીએસ સહિતના પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે. અંદાજિત 70 હજાર રૂપિયાના ખર્ચમાં તૈયાર થયેલ આ ડ્રોનનું વજન 1.200 કિલોગ્રામ છે અને તે 500 મીટરની ઊંચાઈ અને એક કિલોમીટરની રેન્જ ધરાવે છે.
નેશનલ રોબો ટેસ્ટ 3.0માં ભાગ લીધો : આ ડ્રોન બનાવ્યા બાદ મનીષ માળીએ નેશનલ રોબો ટેસ્ટ 3.0માં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ આઇડીયેશન રાઉન્ડમાં દેશભરમાંથી કુલ 700 પ્રોજેકટ સિલેક્ટ થયા હતા. તેમાંથી પસંદ થયેલા 151 આઈડિયામાં મનીષ માળીના આઇડીયેશનની પસંદગી થતા તેને 50 હજારનું પ્રોત્સાહક ઇનામ મળ્યું હતું. હવે આગામી સમયમાં 10 જુલાઈ 2023ના રોજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે પ્રૂફ ઓફ કોન્સેપ્ટમાં તે ભાગ લેવા જવાનો છે. મનીષ માળીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આગળ વધવાની ઈચ્છા છે અને તેમાં સફળતા મેળવવા માટે તે અથાગ પ્રયાસો કરે છે.
- Fair prices of agricultural produce:ઇરમાંના બે વિદ્યાર્થીઓએ નોકરી છોડી ખેડૂતોને મદદ કરવા કંપની શરૂકરી
- ડીસામાં એક ખેડૂતે કઈ રીતે બનાવ્યું સોલારથી ચાલતું ટ્રેક્ટર, જુઓ
- સુરતઃ 11 વર્ષની નાની ઉંમરમાં સિદ્ધિએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું