ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha News : ડીસા જન સેવા કેન્દ્રમાં આ તે કેવી સેવા? ગ્રામ્ય અને શહેરના દાખલાઓ માટે એક જ વિન્ડો, વિદ્યાર્થીઓ પરેશાન

ડીસા જન સેવા કેન્દ્રમાં ગ્રામ્ય અને શહેરના દાખલાઓ માટે એક જ વિન્ડોથી કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ હેરાનપરેશાન થઇ ગયાં છે. ડીસા મામલતદાર કચેરીએ કલાકો લાઇનમાં ઊભા રહ્યાં પછી પણ બીજા દિવસે દાખલા લેવા આવવું પડે છે. વિદ્યાર્થીઓને બેસવાની સગવડ પણ ન મળતાં તાપમાં ઊભા રહેવું પડે છે.

Banaskantha News : ડીસા જન સેવા કેન્દ્રમાં આ તે કેવી સેવા?  ગ્રામ્ય અને શહેરના દાખલાઓ માટે એક જ વિન્ડો, વિદ્યાર્થીઓ પરેશાન
Banaskantha News : ડીસા જન સેવા કેન્દ્રમાં આ તે કેવી સેવા? ગ્રામ્ય અને શહેરના દાખલાઓ માટે એક જ વિન્ડો, વિદ્યાર્થીઓ પરેશાન

By

Published : Jun 5, 2023, 7:44 PM IST

ગ્રામ્ય અને શહેર વિસ્તાર માટે જુદી વિન્ડો જોઇએ

ડીસા : ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં જ ડીસા જનસેવા કેન્દ્ર ખાતે ક્રિમિલિયર સહિતના દાખલા લેવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતાર લાગી ગઈ છે. જોકે શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના દાખલા ડીસા મામલતદાર કચેરી પર એક જ વિન્ડો પરથી કાઢી આપવામાં આવતા હોવાથી કલાકો સુધી હેરાન થતા વિદ્યાર્થીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

જન સેવા કેન્દ્રની સમસ્યા : છેલ્લા કેટલાક દિવસથી સવાર પડે અને ડીસાનું જન સેવા કેન્દ્ર વિદ્યાર્થીઓથી ભરાઈ જાય છે. સવારથી જ વિદ્યાર્થીઓની લાંબી લાંબી કતારો લાગી જાય છે, કારણ કે ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં જ વધુ અભ્યાસ માટે કોલેજોમાં એડમિશન લેવા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના દાખલાની જરૂર પડે છે. ત્યારે બધાં કામ માટે એક માત્ર વિન્ડો હોવાથી લાંબી લાંબી લાઇનો લાગતી જોવા મળી છે.

ગ્રામ્ય અને શહેરના દાખલા કાઢવા માટે એક જ વિન્ડો: ડીસા મામલતદાર કચેરીમાં ગ્રામ્ય અને શહેરના તમામ દાખલાઓ કાઢવા માટે જન સેવા કેન્દ્રમાં એક જ વિન્ડો છે અને એક જ વિન્ડોમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવા તેમજ તમામ વિદ્યાર્થીઓના દાખલા બનાવવા એ મુશ્કેલ છે. જેના કારણે કલાકો સુધી વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રહેવું પડે છે. જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે બેસવા માટેની સગવડ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પણ સરળતાથી દાખલો કઢાવી શકે.

અમે સતત છેલ્લા બે કલાકથી લાઇનમાં ઊભા છીએ, પરંતુ હજુ સુધી અમારો નંબર આવ્યો નથી. ગ્રામ્યના અને શહેરના તમામ દાખલાઓ માટે એક જ વિન્ડો હોવાથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે તેથી અમારી માગ છે કે તંત્ર દ્વારા ગ્રામ્ય અને શહેરના અલગ અલગ વિન્ડો ટેબલ રાખવામાં આવે. તેથી હાલાકીનો સામનો કરવો ન પડે...હીના ચૌધરી (વિદ્યાર્થિની)

વિન્ડો પરનું કાર્યભારણ : ડીસા જન સેવા કેન્દ્ર ખાતેથી શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારના વિદ્યાર્થીઓના જાતિ એસ.ટી, ડોમીસાઈલ, ઇડબલ્યુએસ, નોન ક્રિમિલેયર, એસસી ઇંગલિશ, જાતિના,ધાર્મિક લઘુમતી, ચારિત્ર્ય અને ગ્રામ્ય વિસ્તારના પણ ઈંગ્લીશના દાખલા કાઢી આપવામાં આવે છે. અત્યારે ડીસા જન સેવા કેન્દ્રમાં એક નાયબ મામલતદાર એક કારકૂન અને ત્રણ ઓપરેટર ફરજ બજાવે છે અને એક દિવસમાં શહેરી વિસ્તારના 150 અને ગ્રામ્ય વિસ્તારના 150 સહિત કુલ 300 જેટલા દાખલા કાઢી આપવામાં આવે છે.

અહીં આગળ ક્રિમિનલ ડોમીસાઈલ તેમજ અન્ય પ્રકારના દાખલાઓ કાઢવામાં આવે છે. અહીં ગ્રામ્ય અને શહેરના દાખલા કાઢવામાં આવે છે. જેમાં 150 જેટલા ગ્રામ્ય વિસ્તારના દાખલ નીકળતા હશે અને 150 જેટલા શહેરના દાખલાઓ નીકળતા હશે. ગ્રામ્ય અને શહેરના દાખલાઓ કાઢવા માટે એક જ વિન્ડો હોવાના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. જેથી તંત્ર દ્વારા જો બંનેને વિભાજન કરી અલગ અલગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને હેરાન થવું ન પડે... ક્રિષ્ના ચૌધરી (નાયબ મામલતદાર)

દાખલો બીજા દિવસે મળે : ડીસા જન સેવા કેન્દ્ર ખાતે એક દાખલો કાઢવા માટે સૌપ્રથમ તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કર્યા બાદ અધિકારીની સહી, ત્યારબાદ ફોટો પડાવવો અને ડેટા એન્ટ્રી કરવા સહિતની પ્રક્રિયામાં કુલ 4 થી 5 મિનિટનો સમય લાગે છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને બીજા દિવસે દાખલો આપવામાં આવે છે.

  1. હિંમતનગરમાં જન સેવા કેન્દ્રમાં પગાર ના અભાવે કાર્યવાહી ઠપ્પ
  2. પાટનગરના જન સેવા કેન્દ્રમાં પાર્લર, એટીએમ અને કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ થશે
  3. Banaskantha News : ડીસા વિસ્તારમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને પોલીસનો અનોખો પ્રયોગ

ABOUT THE AUTHOR

...view details