ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha News : અંગ્રેજો વખતની સર ચાર્લ્સ વોટસન હાઇસ્કૂલનું નામ બદલવામાં આવ્યું, હવે ઓળખાશે આ નામે - મહારાણા પ્રતાપ હાઇસ્કૂલ

ડીસા શહેરમાં દોઢ સદી પહેલાં અંગ્રેજો દ્વારા બનાવેલી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલનું નામ બદલવામાં આવ્યું છે. આ સ્કૂલનું નામ મહારાણા પ્રતાપ હાઇસ્કૂલ કરવાનો ડીસા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. આની પાછળ શું હેતુ છે તે જોઇએ.

Banaskantha News : અંગ્રેજો વખતની સર ચાર્લ્સ વોટસન હાઇસ્કૂલનું નામ બદલવામાં આવ્યું, હવે ઓળખાશે આ નામે
Banaskantha News : અંગ્રેજો વખતની સર ચાર્લ્સ વોટસન હાઇસ્કૂલનું નામ બદલવામાં આવ્યું, હવે ઓળખાશે આ નામે

By

Published : Apr 20, 2023, 10:07 PM IST

સ્કૂલનું નામ મહારાણા પ્રતાપ હાઇસ્કૂલ થશે

ડીસા : બનાસકાંઠા જિલ્લાનુંં ડીસા આજે બટાકાનગરી તરીકે જાણીતું છે પરંતુ એક સમયે અંગ્રેજોની છાવણી તરીકે પ્રખ્યાત હતું. ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં મોટાપ્રમાણમાં અંગ્રેજ અમલદારો અને સૈનિકો રહેતા હતાં જેઓના બાળકોના અભ્યાસ માટે અંગ્રેજોએ ડીસા શહેરમાં સર ચાર્લ્સ વોટસન નામની હાઈસ્કૂલ બનાવી હતી.

નામ બદલવા રજૂઆતો હતી :આઝાદી બાદ આ સ્કૂલનું સંચાલન બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ અને ત્યારબાદ ડીસા નગરપાલિકા અમલમાં આવતા તેનું સંચાલન હાલમાં ડીસા નગરપાલિકા કરી રહી છે. આ સ્કૂલનું નામ બદલવા અનેક સંસ્થાઓ દ્વારા નગરપાલિકાને વર્ષોથી રજૂઆતો કરાઈ રહી છે. ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા આજે યોજાયેલી સામાન્ય સભામાં સર ચાલ્સ વોટસન હાઇસ્કુલનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ કરવાનું સૂચન કરતા સર્વ સભ્યોએ સંમતિથી બહાલી આપી હતી.

આ પણ વાંચો ABVP Meeting : અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઊઠી, મેયર અને કલેક્ટરને મોકલાશે લેખિત પ્રસ્તાવ

નામકરણ વિધિ યોજાશે :મહારાણા પ્રતાપ હાઇસ્કૂલ શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢે જણાવ્યું હતું કે આ ઠરાવને બહાલી મળી જતાં ડીસા નગરપાલિકામાં એસ સી ડબ્લ્યુનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઇસ્કૂલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં એસીડબલ્યુ હાઇસ્કૂલની જગ્યાએ મહારાણા પ્રતાપ હાઇસ્કૂલની નામકરણ વિધિ કરવામાં આવશે.

હજુ અન્ય સ્થળોના નામ બદલાશે : નગરપાલિકાએ ડીસાની SCW હાઇસ્કૂલની જગ્યાએ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ નામકરણ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ખુશીની લાગણી વ્યાપી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓનું માનવું છે કે એસ સી ડબલ્યુ હાઇસ્કૂલએ અંગ્રેજ અધિકારીના નામ પરથી પડ્યું હતું. જેથી આ નામ સાથે ગુલામીના દિવસો પણ યાદ આવે છે ત્યારે હવે મહારાણા પ્રતાપ હાઇસ્કુલ નામ કરતા જ વિદ્યાર્થીઓમાં શોર્ય, વીરતા અને આત્મ વિશ્વાસની ભાવના જાગશે.ડીસા નગરપાલિકા પણ યોગીના પગલે ચાલી સ્થળોના નામ બદલવાની શરૂઆત કરી છે ત્યારે આવનારા સમયમાં હજુ બીજા પણ અન્ય સ્થળોના નામ બદલાશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો ELON MUSK RESPONDS AFTER TWITTER : શું Twitterએ મુખ્ય મથકનું નામ બદલીને "Titter" કરી નાખ્યું છે?

આચાર્યની પ્રતિક્રિયા :પ્રાથમિક વિભાગના ઇન્ચાર્જ આચાર્ય ભરતકુમાર ખેમચંદભાઈ કતીરે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયો અને ગુલામીમાંથી મુક્ત થયા છતાં ડીસાની અંદર અંગ્રેજોના નામથી સ્કૂલનું નામ ચાલતું હતું. એ બાબતે સતત અમે છ મહિનાથી મિટિંગો આગેવાનો સાથે કરી ધારાસભ્યો સાથે પાલિકાના પ્રમુખ સાથે ચર્ચાઓ કરી અને જે સ્કૂલનુ નામ એસ. સી. ડબલ્યુ સ્કૂલનું નામ હતું તેની જગ્યાએ મહારાણા પ્રતાપ વિદ્યામંદિર સ્કૂલનું નામ રાખવામાં આવ્યુ છે.

17 વિદ્યાર્થીઓથી શાળાની શરૂઆત : તેમણે વધુમાં જણાવ્યું કે અમારી આ શાળાની સ્થાપના આજથી 170 વર્ષ પહેલા અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એ વખતના અઘિકારી સર ચાલ્સ વોટ્સનને આ હાઇસ્કૂલની શરુઆત કરી હતી. એ વખતે માત્ર 17 વિદ્યાર્થીઓથી શાળાની શરૂઆત થઈ હતી. ત્યારે આજે આ સ્કૂલની અંદર આશરે 3,000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાક સમયથી શહેરીજનોની લાગણી અને માગણી હતી કે આ સ્કૂલનું નામ બદલી આપણા ભારતના મહાન વ્યક્તિત્વ ધરાવતા એવા મહારાણા પ્રતાપનું નામ રાખવામાં આવે. અંતે 19 -4 - 2023ના રોજ ભારતીય જનતા પાર્ટી સંચાલિત નગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપ નામ રાખવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓમાં આનંદ : શાળાની વિદ્યાર્થિની રિયા પંકજભાઈ સૈનીએ જણાવ્યું કે અંગ્રેજો તરફથી બનેલી હોવાથી આ શાળાનું નામ સર ચાર્લ્સ વોટ્સન હાઇસ્કૂલ રાખવામાં આવેલું હતું. પરંતુ લોકોની રજૂઆતને લીધે આજથી આ શાળાનું નામ મહારાણા પ્રતાપ પાડેલું છે એટલે અમને બહુ ગર્વ થાય છે.

ABOUT THE AUTHOR

...view details