સ્વાશ્રયી અને પરગજુ પ્રજ્ઞાચક્ષુ બનાસકાંઠા : ગુજરાતમાં સેવાર્થી લોકોની વિવિધ સહાય થકી માનવતાની મહેંક ઠેરઠેર પ્રસરવામાં રક્તદાન જેવી ઉમદા પ્રવૃ્ત્તિનો ફાળો નોંધપાત્ર છે. અહીં વાત કરી રહ્યાં છે તે પોપટજી ઠાકોર વર્ષોથી રક્તદાન કરે છે તે એટલા માટે વધુ નોંધપાત્ર બને છે કે તેઓ જન્મજાત પ્રજ્ઞાચક્ષુ છે. બનાસકાંઠા જિલ્લામાં રક્તદાન પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓ અને એવા લોકો છે જેઓ પોપટજીની રક્તદાન પ્રવૃત્તિના સાક્ષી રહ્યાં છે.
જવાઆવવાનો ખર્ચ પણ પોતે કરે: પોપટજી ડીસા તાલુકના જોરાપુરામાં રહે છે. તેમની વય 55 વર્ષ છે. તેઓ લાંબા સમયથી રક્તદાન પ્રવૃત્તિ અન્યોના જીવનરક્ષણ માટે કરી રહ્યાં છે. તેઓ અભણ હોવા છતાં પણ અનોખી સેવા કરે છે. એઠલું જ નહીં તેઓ રક્તદાન માટે જવા આવવાનું હોય તો પણ પોતાના ખર્ચે જ હોસ્પિટલમાં પહોંચતાં હોય છે અને પરત જતાં હોય છે.તેઓ એટલી સાદગીથી રહે છે કે નવા જમાના પ્રમાણેનો સ્માર્ટ ફોન પણ તેમની પાસે નથી.
રેડિયો બન્યો નિમિત્ત :પોપટજી ઠાકોર 1984થી રેડિયોનો અનેરો શોખ ધરાવે છે. રેડીયો પર આવતા અનેક કાર્યક્રમોમાં તેમણે સાંભળ્યું કે અનેક યુવાન બ્લડ ડોનેટ કરી લોકોને નવું જીવનદાન આપતા હોય છે. તેવું સાંભળી પોપટજી ઠાકોરે પણ બ્લડ ડોનેટ કરવાનું વિચાર કર્યો. ત્યારે પ્રજ્ઞાચક્ષુ યુવાન પોપટજી ઠાકોરે સૌપ્રથમવાર 2011માં બ્લડ ડોનેટ કર્યું હતું. તે બાદ જોરાપુરાથી 12 કિલોમીટરનું અંતર કાપી ડીસાના ભણસાલી હોસ્પિટલની બ્લડ બેન્કમાં પોતાના સ્વખર્ચે આવી દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરી જાય છે. પોપટજી ઠાકોરે અત્યાર સુધી 108 વાર બ્લડ ડોનેટ કર્યું છે.
હું ભણેલો નથી અને 108 વાર બ્લડ ડોનેટ કર્યું છે. વર્ષોથી રેડિયો સાંભળું છું અને હાલ પણ રેડિયો સાંભળું છું. મને બ્લડ ડોનેટ કરવાની પ્રેરણા આ રેડિયોમાંથી મળી હતી. હું ગમે ત્યાં હોઉ પરંતુ જ્યારે મારે બ્લડ ડોનેટ કરવાનું હોય ત્યારે હું મારા સ્વખર્ચે ડીસા ભણસાલી હોસ્પિટલમાં જઈને હું બ્લડ ડોનેટ કરું છું. જેનાથી કેટલાક લોકોનો પ્રાણ પણ બચતો હોય છે. હું અન્ય લોકોને પણ કહેવા માગું છું કે તમે પણ બધા બ્લડ ડોનેટ કરો જેથી કોઈનો જીવ બચી શકે. હું પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં બ્લડ ડોનેટ કરું છું તો આપ સુરક્ષિત છો અને સ્વસ્થ છો તો બ્લડ ડોનેટ કરવું જોઈએ...પોપટજી ઠાકોર(પ્રજ્ઞાચક્ષુ સેવાભાવી)
સ્વાશ્રયી અને પરગજુ પ્રજ્ઞાચક્ષુ : પોપટજી દલસાજી ઠાકોર જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે અને તે તમામ પોતાના કામ જાતે જ કરે છે. તેમજ ગામમાં કોઈ પણ લોકોને જરૂરી કામ હોય તો તે પણ સાથે રહી કામ કરાવે છે તેમજ અત્યાર સુધી અનેક દિવ્યાંગ લોકોને તેમણે લાભ અપાવ્યા છે તેમજ અનેક જરૂરિયાતમંદ લોકોને ડોક્યુમેન્ટ પણ કઢાવવામાં મદદ કરી છે.
રક્તદાનની નિયમિત સેવાના સાક્ષી ઈટીવી ભારત દ્વારા પોપટજી ઠાકોરના 108 વાર રક્તદાન અંગે ગાંધી લિંકન હોસ્પિટલના ટ્રસ્ટી સાથે વાત કરવામાં આવી હતી. ટ્રસ્ટી મહેશભાઈ કીર્તિભાઇ સાથે ટેલીફોનિક વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે ડીસા તાલુકાના જોરાપુરા ગામના વતની જેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં છેલ્લાં કેટલાક વર્ષોથી અમારી ગાંધીનગર હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરે છે. આજ દિવસ સુધી તેમણે લગભગ 108 વાર બ્લડ ડોનેટ કર્યું છે. બીજા સ્વસ્થ લોકોએ પણ આ પ્રજ્ઞાચક્ષુ પોપટજીમાંથી પ્રેરણા લેવી જોઈએ અને દરેકે બ્લડ ડોનેટ કરવું જોઈએ. આજ દિવસ સુધી તેમને અમારી હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કર્યું છે જેના અમે સાક્ષી છીએ.
રક્તદાન કરવા અપીલ : અન્યો માટે પ્રજ્ઞાચક્ષુ યુવાન પ્રેરણારૂપ પ્રજ્ઞાચક્ષુ પોપટજી ઠાકોરે અત્યાર સુધી 108 વાર બ્લડ ડોનેટ કરી અનેક લોકોને નવું જીવનદાન આપ્યું છે. બ્લડ ડોનેટ કરતા અનેક એવા લોકો છે કે જેઓ પોપટજી ઠાકોરને ભાઈ તેમજ પિતા સમાન માને છે. આ પોપટજી ઠાકોરે અન્ય યુવા યુવતીઓને પણ બ્લડ ડોનેટ કરવા આગળ આવવા અને લોકોની અનોખી સેવા કરવા અપીલ કરી છે.
- સૌથી વધુ રક્તદાન કરીને આ મહિલાએ સર્જ્યો વિશ્વવિક્રમ, જાણો કોણ છે આ મહિલા
- Blood Donation for Thalassemic Children: કોરોનાકાળમાં થેલેસેમિક બાળકો માટે રક્તદાતા આગળ આવ્યા
- Blood donation by dog in Vadodara : શ્વાન દ્વારા શ્વાનને રક્તદાન! પ્રાણીઓ માટે બ્લડ બેંકની છે જરુરિયાત