ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha News: ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સહિત 6 સભ્યોએ બળવો કરતા ભાજપમાંથી સસ્પેન્ડ - ધાનેરામાં રાજકારણ ગરમાયું

બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality)ના નવનિયુકત પ્રમુખ સહિત 6 સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ (Suspend) કરાતા ખળભળાટ મચી ગયો છે. બે દિવસ અગાઉ પ્રમુખ પદ માટેની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના જ 6 સભ્યોએ ભાજપ સામે બળવો કરી સત્તા હાંસલ કરતા તેમની વિરૂદ્ધ પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Banaskantha News: ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સહિત 6 સભ્યોએ બળવો કરતા ભાજપમાંથી સસ્પેન્ડ
Banaskantha News: ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સહિત 6 સભ્યોએ બળવો કરતા ભાજપમાંથી સસ્પેન્ડ

By

Published : Jun 24, 2021, 1:20 PM IST

  • ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality)માં વધુ એક વિવાદ આવ્યો સામે
  • ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality)ના નવનિયુકત પ્રમુખ સહિત 6 સદસ્યોને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ (suspend)
  • ભાજપના જ સભ્ય સામે પ્રમુખ પદનું ફોર્મ ભરતા 6 સભ્યો સહિત કોંગ્રેસના 15 સભ્યો સસ્પેન્ડ (suspend)
  • ભાજપના સભ્યો સસ્પેન્ડ થતાં ફરી એક વાર ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality)માં ખળભળાટ

બનાસકાંઠાઃ ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality)માં પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક વિવાદો સામે આવ્યા છે, જેના કારણે ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality)માં વિજેતા બનેલા કોંગ્રેસના સભ્યો અનેકવાર સસ્પેન્ડ થયા છે. ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality)માં યોજાયેલી ચૂંટણીમાં 15 સભ્યો કોંગ્રેસના હતા ત્યારે 12 સભ્યો ભાજપના હતા. આથી કોંગ્રેસની બહુમતી હોવાના કારણે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું, પરંતુ ભાજપ દ્વારા ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality)માં ભ્રષ્ટાચારના મુદ્દે અનેક વાર બોડીને ઉથલાવી દેવામાં આવી હતી ત્યારે તાજેતરમાં જ ભ્રષ્ટાચારના મુદ્દે ફરી એક વાર કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ભાજપના જ સભ્ય સામે પ્રમુખ પદનું ફોર્મ ભરતા 6 સભ્યો સહિત કોંગ્રેસના 15 સભ્યો સસ્પેન્ડ
આ પણ વાંચો-અશ્લીલ વીડિયો વાઇરલ થતા બારડોલી નગરપાલિકાના નગરસેવક પક્ષમાંથી સસ્પેન્ડ

નગરપાલિકા પ્રમુખ ચૂંટણી યોજાઈ

28 સભ્યો ધરાવતી ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality)માં 16 સભ્યો સાથે કોંગ્રેસ સત્તા સ્થાને હતી, પરંતુ નગરપાલિકાના પ્રમુખ જગલ ઠાકોરનું અવસાન થતા પ્રમુખ પદ માટેની ચૂંટણી 19 જૂને યોજાઈ હતી. જોકે ચૂંટણી પહેલા જ વિકાસ કમિશ્નરે કોંગ્રેસના 15 સભ્યોને વિકાસના કામોમાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ કર્યા હતા. તેમ જ કોંગસના તમામ 15 સભ્યો સસ્પેન્ડ થતા નગરપાલિકામાં માત્ર ભાજપના જ 12 સભ્યો વધ્યા હતા. આથી પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા જ્યોત્સના ત્રિવેદીને પ્રમુખ પદ માટેનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમની સામે ભાજપના જ મહિલા સભ્ય કિરણ સોની ફોર્મ ભરતા જ્યોત્સનાબેન અને કિરણબેન વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બંને મહિલા સભ્યને છો મત મળતા ચીઠ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં ભાજપના કિરણબેન સોની વિજેતા થયા હતા. તેથી તેમણે પ્રમુખ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સહિત 6 સભ્યોએ બળવો કરતા ભાજપમાંથી સસ્પેન્ડ
આ પણ વાંચો-વડોદરા જિલ્લા ભાજપે પૂર્વ ધારાસભ્ય સહિત 40 સભ્યોને કર્યા સસ્પેન્ડધાનેરા નગરપાલિકાના ભાજપના 6 સભ્યો સસ્પેન્ડ

ભાજપના સિમ્બોલ પરથી ચૂંટાયેલા 6 સભ્યોએ પક્ષ સામે બળવો કરી સત્તા હાંસલ કરી હતી, જેથી ભાજપના મેન્ડેડનો અનાદર કરી બળવો કરનારા નવનિયુક્ત પ્રમુખ કિરણ સોની સહિત 6 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના સભ્યો સસ્પેન્ડ થતાં ફરી એકવાર ધાનેરામાં રાજકારણ ગરમાયું છે અને અને નવનિયુક્ત પ્રમુખ બનેલા કિરણબેન સોની હવે પોતાનું પ્રમુખ પદે કેટલો સમય ટકાવી શકે છે. તેના પર ધાનેરા વાસીઓની નજર છે.

ABOUT THE AUTHOR

...view details