ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha News : હાઇકોર્ટનો આદેશ છતાં ગાર્ડન ખુલ્લુ મુકવામાં ન આવ્યું, અરજદારે પાલિકાને ફટકારી નોટિસ - Deesa Municipal Notice

બનાસકાંઠાના ડીસામાં દેશભક્તિ બગીચા મામલે નગરપાલિકાને વધુ એક નોટિસ આપવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે બગીચાને લોકો માટે શરૂ કરવાનો આદેશ કર્યો હોવા છતાં પણ આજ સુધી બગીચો ખુલ્લો મુકવામાં ન આવતા અરજદારે નગરપાલિકાને નોટિસ આપી છે. જ્યારે નગરપાલિકા પ્રમુખ કહ્યું કે, હજુ સુધી આ મામલે કોઈ જ નોટિસ મળી નથી.

Banaskantha News : હાઇકોર્ટનો આદેશ છતાં ગાર્ડન ખુલ્લુ મુકવામાં ન આવ્યું, અરજદારે પાલિકાને ફટકારી નોટિસ
Banaskantha News : હાઇકોર્ટનો આદેશ છતાં ગાર્ડન ખુલ્લુ મુકવામાં ન આવ્યું, અરજદારે પાલિકાને ફટકારી નોટિસ

By

Published : May 16, 2023, 8:22 PM IST

ડીસામાં દેશભક્તિ બગીચા મામલે નગરપાલિકાને વધુ એક નોટિસ

બનાસકાંઠા : ડીસામાં સવા બે કરોડ રૂપિયાના ખર્ચે નાનાજી દેશભક્તિ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપના આંતરિક વિખવાદના કારણે ટેક્નિકલ પ્રશ્નો ઊભા થતા આ બગીચા પર સ્ટે આવ્યો હતો, ત્યારબાદ જાગૃત નાગરિકોએ જિલ્લા કલેકટરથી લઈ મુખ્યપ્રધાન સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમ છતાં પણ તેનો કોઈ જ ઉકેલ ન આવતા આખરે જાગૃત નાગરિક સુભાસ ઠક્કરે હાઈકોર્ટમાં ફરિયાદ કરતા નામદાર હાઇકોર્ટે બગીચો ચાલુ કરવા માટેનો હુકમ કર્યો હતો. જોકે આ હુકમ થયા બાદ પણ હજુ સુધી બગીચો શરૂ કરવામાં ન આવતા ફરી એકવાર અરજદાર સુભાસ ઠક્કરે નગરપાલિકાને નોટિસ આપી કોર્ટ ઓફ કંટેમ્પટની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા નાનાજી દેશમુખ ગાર્ડન જેતે સમયે વિવાદોમાં સપડાવવા કારણે લોકોના ઉપયોગ માટે બંધ કરી દેવાયેલો હતો. તે સમયે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં લોકોનો ઉપયોગ માટે બગીચો ખુલ્લો મુકાય તે બાબતે PIL દાખલ કરેલી હતી, ત્યારબાદ બાદ 02મી સપ્ટેમ્બર 2022ના રોજ આ બગીચો ખુલ્લો મુકવો એવો નામદાર ગુજરાતનો હાઈકોર્ટે આદેશ હોવા છતાં લોકોના ઉપયોગ માટે આજ દિન સુધી ખુલ્લો મુકવામાં નથી. આ ક્લીયરલી ગુજરાત હાઇકોર્ટના હુકમનું વાયોલેશન છે એનો અનાદર છે. તેની નોટીસમાં અમે ડીસા નગરપાલિકાને આપી છે અને ટૂંક જ સમયમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ જવાના છીએ - સુભાસ ઠક્કર (અરજદાર)

હજુ સુધી આ મામલે કોઈ જ નોટિસ મળી નથી. હાઇકોર્ટે હુકમ કરતા તરત જ બગીચો ચાલુ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ જ્યારે બગીચો બંધ હતો ત્યારે તેમાં આગ લાગવાના કારણે મોટુ નુકશાન થયું હતું. જે બગીચો રીનોવેશન કરાવી ફરીથી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. - રાજુ ઠક્કર (ડીસા નગરપાલિકા પ્રમુખ )

શહેરી જનોની માંગ :ડીસાના જાગૃત નાગરિક લક્ષ્મણસિંહ દરબારે જણાવ્યું હતું કે, ડીસામાં છેલ્લા કેટલાક સમયથી જે વિવાદમાં સંભળાયેલો બગીચો છે તે હવે જલ્દીથી જલ્દી ચાલુ થાય તો સારું છે. કારણ કે ઉનાળાનો સમય છે. લોકો ફરવા માટે બગીચામાં આવતા હોય છે, ત્યારે આ બગીચો જો ખુલ્લો મુકવામાં આવે તો ડીસાના શહેરીજનો માટે સારું છે.

Fire in disputed garden in Deesa : અઢી કરોડના વિવાદિત બગીચામાં આગ લાગી, ઘટાદાર વૃક્ષો ધરાવતો બગીચો રાખમાં ફેરવાયો

Ahmedabad News : અમદાવાદ શહેરના તમામ ગાર્ડનના ખૂલ્લા રહેવાના સમયને લઇને કરાયો મોટો ફેરફાર

Rajkot News : રાજકોટ મનપાના ગાર્ડનમાં બેસતાં કોંગ્રેસ કાર્યાલયને અઠવાડિયામાં 50થી વધુ ફરિયાદ મળી

ABOUT THE AUTHOR

...view details