બનાસકાંઠા : કોરોના સામે લડવા બનાસકાંઠા સાંસદ પરબત પટેલ પણ આગળ આવ્યા છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કોરોના વાઈરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ત્વરિત પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે મુખ્યમંત્રી રાહત નિધિમાં આજે થરાદ એ.પી.એમ.સી. દ્વારા રૂપિયા 25 લાખનો ચેક બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને અર્પણ કર્યો હતો.
બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે ફંડમાં 25 લાખ ફાળવ્યા - કોરોના વાયરસની સારવાર
કોરોના વાઈરસ સામેની લડતમાં દરેક રાજ્યના પ્રધાનો અને ફિલ્મ દુનિયાના હીરો સરકારમાં સહાય કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો પણ હવે સરકારમાં સહાય ફંડ આપી રહ્યા છે. આ તકે બનાસકાંઠા જિલ્લાના સાંસદે પણ સરકારના ફંડમાં સહાય આપી હતી.
આ તકે જિલ્લાવાસીઓને અપીલ કરતાં જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ આપણી સેવામાં ખડેપગે છે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે ફરી સર્વેની કામગીરી કરી રહ્યા છે. તેમને સહકાર આપી લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહી આ મહામારીનો મુકાબલો કરીએ. તેમજ કોરોનાના સંક્રમણને અટકાવવા સાંસદે એમ.પી.ગ્રાન્ટમાંથી રૂપિયા 1 કરોડ ફાળવવા આવ્યા હતા. એટલું જ નહીં પ્રધાનમંત્રી રાહત ફંડમાં એક મહિનાનો પગાર રૂપિયા 1 લાખ આપ્યા છે. સાંસદે જિલ્લાની સેવાભાવી સંસ્થાઓને આ મહામારી સામે લડવા સરકારની સાથે રહી ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી છે.