બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સમગ્ર દેશમાં ફેલાયો છે. ત્યારે દેશમાં કોરોના વધુ ન ફેલાય તેના ભાગ રૂપે દેશને લોકડાઉન કરાયો છે. જેથી લોકો પોતાના ધંધા રોજગાર થી દુર રહી ઘરે રહી લોકડાઉનનું પાલન કરી રહ્યા છે.
ડીસાના ભોંયણ ગામે કરિયાણાની દુકાનમાં 60 હજારથી વધુના સામાનની ચોરી - Theft at a grocery store in the basement village of Deesa taluka
બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોંયણ ગામે મોડી રાત્રે કરિયાણાની દુકાનમાં તસ્કરોએ 60 હજારથી વધુના સામાનની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. દુકાન માલિકને ચોરીની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાઃ ડીસા તાલુકાના ભોંયણ ગામે કરિયાણાની દુકાનમાં 60 હજારથી વધુના સામાનની ચોરી
ત્યારે આવા કપરા સમયે જિલ્લાના ડીસા તાલુકાના ભોંયણ ગામે મોડી રાત્રે તસ્કરો કરિયાણાની દુકાનમાં 60 હજારથી વધુના માલ-સામાનની ચોરી કરી બાજુમાં આવેલ આઇકૃપા સેલ્સ એજન્સીમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. અને તે દુકાનનું શટર તોડી સીસીટીવીનું ડિવિઆર તેમજ એલસીડી ટીવીની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. દુકાન માલિકને ચોરીની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.