બનાસકાંઠા: કોરોનાની મહામારીને લઈને સમગ્ર દેશ હાલમાં વિકટ પરિસ્થીતીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર પણ તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ છે અને આ મહામારીનો ચેપના ફેલાય તે માટે તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના ભાગ રૂપે ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં કોરાનાના પગલે જાગૃતિ આવે તેવા આશયથી કુભાસણ ખાતે જીલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કોરોનાનો પોઝિટિવ કેસ આવે તો આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગ કેવી તૈયારીઓ છે અને ઈમરજન્સીમાં કેવા પગલાં લઈ શકે તે હેતુથી મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
બનાસકાંઠા: કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા મોકડ્રિલ યોજાઈ જે અંતર્ગત જિલ્લા એપેડેમીક અધિકારી ડો. ગર્ગ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. અનાવાડીયા તાલુકા વિકાસ અધિકારી પરમાર અને મામલતદારની ઉપસ્થીતીમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં કુંભાસણ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓને એક વ્યકિત શંકાસ્પદ છે. તેવી જાણ થતા આરોગ્યની ટીમે વેડંચા પીએચસીના મેડીકલ ઓફિસરને જાણ કરી હતી અને મેડીકલ ઓફિસર ત્તત્કાલીક સ્થળ ઉપર દોડી આવી તપાસ કરતા આ વ્યકિતને શરદી ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનુ જણાતાં તાલુકા આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
બનાસકાંઠા: કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા મોકડ્રિલ યોજાઈ તાલુકાની ટીમ સ્થળ ઉપર આવી તપાસ કરી હતી. કોરોનાના કેસ માટે ફાળવેલી સ્પેશયલ એમબ્યુલન્સમાં ડીસા ભણસાલી હોસ્પીટલ ખાતે રીપોર્ટ માટે લઈ જવામા આવ્યા હતા. કુંભાસણ સરપંચ, તલાટી, ગઢ પોલીસનો સ્ટાફ ત્તત્કાલીન સ્થળ ઉપર આવી પહોચ્યો હતો અને આરોગ્યની ટીમ અને એફએચડબ્લયુ તેમજ આશા વર્કરો દ્રારા સર્વે કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગઢ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્રારા કુંભાસણ ગામમાં આવતા તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા: કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા મોકડ્રિલ યોજાઈ આમ કોરોનાને લઈને જો કોઈ શંકાસ્પદ કેસ આવે તો તંત્રની શું તૈયારી છે અને કેટલુ સજ્જ છે તે અંગે મોકડ્રીલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં વેડંચા મેડીકલ ઓફિસર મડાણા મેડીકલ ઓફિસર વેડંચા આયુષ મેજીકલ ઓફિસર તેમજ વેડંચા પીએચસીના એમપીએચડબલ્યુ ભાઈઓ એફએચઙબલ્યુ બેનો હાજર રહીને મોકડ્રીલ યોજી હતી.