Banaskantha News: સૌપ્રથમવાર ડીસા મામલતદાર કચેરી ખાતે મહિલા સહાયતા કેન્દ્ર શરૂ ડીસાઃસામાન્ય રીતે કોઈપણ સરકારી કચેરીમાં મહિલાઓને કોઈ કામ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને કેટલીક વાર તો વારંવાર ધક્કા ખાવા છતાં પણ યોગ્ય માહિતી કે સુવિધા મળતી નથી. જે બાબત ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને ધ્યાને આવતા જ તેમણે આ અંગે સંકલનમાં રજુઆત કરી નાયબ કલેક્ટર નેહા પંચાલ સાથે આ મુદ્દે ચર્ચા કરી ડીસાની સરકારી ઓફિસમાં મહિલાઓની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું.
સહાયતા કેન્દ્રનો શુભારંભઃ જે અંતર્ગત આજે ગુજરાતમાં સૌપ્રથમ ડીસા મામલતદાર કચેરી ખાતે મહિલા સહાયતા કેન્દ્રનો શુભારંભ કરાયો છે જ્યાં મહિલાઓ દ્વારા મહિલાઓને તમામ પ્રકારની સુવિધાઓ અને સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવશે. આ અંગે નાયબ કલેકટર નેહા પંચાલે જણાવ્યું હતું કે, આ મહિલા સહાયતા કેન્દ્ર થી મહિલાઓ વિના સંકોચે તેમને મળતા સરકારી લાભ અને સહાય અંગે માહિતી મેળવી શકશે, ફોર્મ પણ ત્યાંથી જ આપવામાં આવશે.
આ સુવિધા અંતર્ગત, કઈ જગ્યાએ ફોર્મ જમા કરાવી કઈ રીતે સહાય મળે તે અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે.સરકારી કચેરીમાં કેટલીક વાર મહિલાઓ પાસેથી એજન્ટો પૈસા પડાવી છેતરપિંડી આચરતા હતા તે પણ હવે બંધ થશે. જેથી એક પારદર્શક વહીવટ થશે અને સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ જરૂરિયાતમંદ મહિલાઓને મળશે.-- નેહા પંચાલ (નાયબ કલેકટર)
અગવડતાનો અંતઃમહિલાઓ જ્યારે કચેરીમાં આવતી હોય છે ત્યારે કયા ફોર્મ ક્યાં મળે છે અને આ ફોર્મ કઈ કચેરીમાં જમા કરાવવા છે જેની તેમને ખ્યાલ હોતો નથી. જેથી કરીને મહિલાઓને અગવડતા પડે છે અને એ અગવડતાઓને કારણે મહિલાઓ હેરાન પરેશાન થાય છે. આ તમામ પ્રશ્નોને ધ્યાનમાં લઈને આજે મામલતદાર કચેરી ખાતે મહિલા સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને સરળતાથી તમામ પ્રકારની માહિતી આ કેન્દ્ર પરથી મળશે અને તમામ પ્રકારના ફોર્મ પણ આ જગ્યાએથી મળશે. જેથી કરીને મહિલાઓને હવે ક્યાંય ભટકવું નહીં પડે અને એક જ જગ્યાએથી બધી માહિતી મળી રહેશે. જેથી કરીને મહિલાઓને કામ સરળ બનશે.
- Banaskantha News: પાલનપુર માનસરોવરને પર્યટક સ્થળ બનાવવાની તૈયારી,
- Banaskantha News: જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી
- Natural farming in Banaskantha: પાલનપુર તાલુકાના માનપુર ગામના લોકોની અનોખી પહેલ