બનાસકાંઠા :જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરશેડ યોજનામાં મોટા કૌભાંડના આક્ષેપ થયો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, અમીરગઢ અને દાંતાના કપાસિયા અને વિરમપુર પાસેના ગામોમાં કૌભાંડ થયું છે. જેમાં 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ પર બનાવી 65 લાખનું કૌભાંડ કરાયું છે. મેવાણીએ જણાવ્યું હતું કે, તેમની અને કોંગ્રેસ પક્ષના સાથીઓ દ્વારા જ્યારે સ્થળ પર મુલાકાત કરવામાં આવી, ત્યારે સ્થળ પર કોઈ જ નેટ હાઉસ ન બન્યું હોવાનું સામે આવ્યું હતું.
મેવાણી શું છે આક્ષેપ : ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, અમારી પાસે દસ્તાવેજો છે જેમાં ખેડૂતોને લાભ મળ્યા નથી. ગુજકોમાસોલ કંપનીએ બિયારણ બનાવતી કંપની છે. તો આ કંપની નેટ હાઉસનું ઈન્સ્ટોલેશન કઈ રીતે કરી શકે, અત્યારે આખા બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં વોટરશેડ પ્રોજેક્ટ ચાલે છે. જેમાં ખાસ કરીને અમને જે ડોક્યુમેન્ટ મળ્યા તે બે જ ગામના છે. એટલે વધારે ગામોમાં પણ આવા સ્કેમ હોય શકે છે. આ સાથે આ ઈન્સ્ટોલેશન ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવ્યું હોવાનો જવાબ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજકોમાસોલ એ બિયારણ પૂરા પાડે છે. જંતુનાશક દવાઓ પૂરી પાડે છે. ગુજકોમાસોલ એ મેનપાવર સપ્લાય કરવાની કંપની કે એજન્સી નથી, તો એ ક્યારથી ઈન્સ્ટોલેશનનું કામ કરતી થઈ ગઈ ?
મેળાપીપણામાં કૌભાંડ : વધુમાં મેવાણીએ જણાવ્યું હતું કે, જિલ્લા તંત્ર મનરેગાના મજૂરો પાસેથી નહીં પણ ગાંધીનગરની ગુજકોમાસોલ કંપની પાસે કેવી રીતે ઇન્સ્ટોલેશન કરાવી શકે ? એ એક બહુ મોટો ગંભીર સવાલ છે. આ સાથે જિલ્લામાં જે એગ્રો સેન્ટર ઉભા કરી તેના મારફતે જે તે ગામનાં જરૂરતમંદ ખેડૂતોને બિયારણ આપવાની યોજના હતી. અહીં પણ બારોબાર મનફાવે એવા લોકોને બિયારણ પધરાવી દીધું છે. જ્યારે આ બાબતએ તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે કોઈ જવાબ આપ્યો ન હતો. ગુજકોમાસોલના કેટલાક કર્મચારીઓ એક પ્રધાનના આશીર્વાદના કારણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ સાથે એકબીજાના મેળાપીપણામાં કૌભાંડ આચરી રહ્યાનું લાગી રહ્યું છે.
મસ્ત મોટું કૌભાંડ : ગુજરાત અને દેશની સામાન્ય જનતાને અને ખાસ કરીને સમાજના અત્યંત મહત્વના ખેડૂતોને લૂંટવાની 27 વર્ષથી ભાજપ પાર્ટીની પરંપરાને ફરી એકવાર અમે બનાસકાંઠામાં આગળ વધારી છે. બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગાંધીનગરમાં બેસતા કેટલાક ટોપના બ્યુરો ક્રિએટ અને કદાચ કોઈ પ્રધાનની પણ આમાં સંડોવણી હોય શકે. તે બધાએ બનાસકાંઠા જિલ્લા એજન્સી સાથે મળી એક પૂર્વ આયોજકના ભાગરૂપે એક મસ્ત મોટું કૌભાંડ કરી છે. ભ્રષ્ટાચાર ખંભાળ એ છે કે બનાસકાંઠા જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વોટરશેડ પ્રોજેક્ટના ભાગરૂપે લાઈવ બ્લુ હુડ એન્ડ માઈક્રો એન્ટરપ્રાઇઝ નામની યોજના અમલમાં છે.